Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

તહેવારોની મોસમ માટે હવાઇ ભાડામાં વધારો

પ્રવાસનની માંગમાં મંદીને કારણે વધારો લીમીટમાં રહેશે

મુંબઇ તા.૧૯: ઓકટોબરથી શરૂ થતી તહેવારોની મોસમ માટે હવાઇયાત્રાના ભાડા આ મહિનાની સરખામણીમાં વધી ગયા છે જે ગઇ વર્ષની તહેવારોની મોસમની સરખામણીમાં પણ વધારે છે. એરલાઇન અને ટ્રાવેલ કંપનીઓના એકઝીકયુટીવોએ જોકે કહ્યું કે ફરવા જવા સાથે સંકળાયેલી ડીમાંડમાં મંદીના કારણે એપ્રીલ-જૂનના ત્રિમાસીક ગાળામાં જોવા મળેલ ઉંંચા સ્તરથી ઓછા જ રહેશે. જેેટએરવેઝનું કામકાજ ઠપ થવાના કારણે જૂન ત્રિમાસીકમાં કેપેસીટી ઘટી ગઇ હતી અને ટીકીટોના ભાવ ઉછળી ગયા હતા.

ટ્રાવેલ પોર્ટલ કલીયરટ્રીપના હેડ બાલુ રામચંદ્રને કહ્યું ''ગયા વર્ષની સરખામણીએ આ વખતે તહેવારોની મોસમ એટલે દિવાળી અને દરોરા દરમ્યાન પ્રવાસ માટે કરંટ બુકીંગ લગભગ ૬ ટકા વધારે છે.'' મેક માય ટ્રીપના એક પ્રવકતાએ કહ્યું કે પોર્ટલના ડેટા અનુસાર દિવાળી સીજનના ટ્રાવેલ બુકીંગ અને ભાડામાં ૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે એર લાઇન એકઝીકયુટીવ્સ વધારે ઉત્સાહિત નથી દેખાતા એનો મતલબ એવો થાય કે પ્રવાસીઓ માટે સારી પરિસ્થિતી છે કેમકે પ્રવાસ માટે તેમના ગજવા વધારે હળવા નહી થાય.

એક સીનીયર એરલાઇન એકઝીકયુટીવે કહ્યું કે ભાડા અને બુકીંગમાં સીધો સંબંધ દેખાઇ રહ્યો છે. જેમણે ભાડા વધાર્યા છે તેમનું બુકીંગ ઘટયું છે. જેમણે ભાડા ઓછા રાખ્યા છે તેમનું બુકીંગ વધી શકે છે, પણ આવકમાં કોઇ વધારે ફેરફાર નહીં જોવા મળે.

(3:48 pm IST)