Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વિદેશોમાં રહેનારાઓમાં ભારતીયો સૌથી આગળ

બીજો નંબર મેકસીકો ૧.૧૮ કરોડ અને ચીન ૧.૦૭ કરોડ સાથે ત્રીજુ ૧.૭૫ કરોડના આંકડા સાથે ભારત પ્રથમ

નવી દિલ્હી તા.૧૯: સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વિદેશોમાં વસવાર કરનારા લોકોમાં સૌથી વધુ ભારતીયો છે. ૨૦૧૯માં ૧.૭૫ કરોડની આબાદી ભારત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બાબતે ટોચ પર રહ્યું હતું જયારે બીજા અને ત્રીજા સ્થાને ક્રમશઃ મેકિસકો અને ચીન છે તથા ચોથા સ્થાને રશિયા છે.

આંકડાઓ અનુસાર વૈશ્વીક પ્રવાસીઓની સંખ્યા ૨૭.૨ કરોડ થઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક કાર્ય વિભાગના વસ્તી વિભાગે મંગળવારે ઇન્ટરનેશનલ માઇગ્રેટ સ્ટોક ૨૦૧૯ બહાર પાડ્યો હતો. તેમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની વય,જાતી,મૂળદેશ અને વિશ્વના બધા ભાગના આધારે આંકડાઓ આપ્યા છે. મુખ્ય મુળ ૧૦ દેશોના પ્રવાસીઓની સંખ્યા કુલ આંતરાષ્ટ્રીય પ્રવાસીઓના ત્રીજા ભાગ જેટલી છે.

૨૦૧૯માં ભારતે ૫૧ લાખ પ્રવાસીઓને દેશમાં જગ્યા આપી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પોતાને ત્યાં જગ્યા આપનારા દેશોમાં સૌથી ઉપર યુરોપ અને ઉત્તર અમેરીકા છે. ૨૦૧૯માં યુરોપમાં ૮.૨ કરોડ અને ઉત્તર અમેરિકામાં ૫.૯ કરોડ પ્રવાસીઓ રહી રહ્યા છે. આ રીપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે ૨૦૧૦ની સરખામણીમાં ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યામાં ૨૩ ટકાો વધારો થયો છે.

(3:48 pm IST)