Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હિન્દુઓ કયાં સુધી પોતાના લોકોની લાશ ઉઠાવશે?

પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ)ના સાંસદ કોહિસ્તાનીએ પાકિસ્તાનના સંસદ ગૃહમાં રોષ ઠાલવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિન્દુ યુવતિઓ સાથે થઈ રહેલ અત્યાચાર ઉપર અલ્પસંખ્યકોનો રોષ વધી રહ્યો છે. પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ)ના સાંસદ ખેલ દાસ કોહિસ્તાનીએ સિંધમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર મુદ્દે સંસદમાં સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવેલ કે છેલ્લા ચાર મહિનામાં જે ૨૫- ૩૦ હિન્દુ યુવતિઓના અપહરણ થયા છે તે પરત ઘરે નથી આવી. કયાં સુધી આ જુલમ થતો રહેશે.

ઉપરાંત કોહિસ્તાનીએ નેશનલ એસેમ્બલીમાં પણ પૂછેલ કે હિન્દુઓ ઉપર આ અત્યાચાર કયાં સુધી? હિન્દુ કયાં સુધી પોતાના લોકોની લાશો ઉઠાવતા રહેશે? કયાં સુધી મંદિરને ફૂંકવામાં આવશે? આખરે આ ઘટનાઓ સિંધ અને ઘોતકીમાં કેમ થઈ રહી છે. ધીરે- ધીરે આ આગ આખા સિંધમાં ફેલાઈ જશે અને રોકવી પડશે. સિંધમાંથી કેટલાક લોકોની ધરપકડ જરૂરી છે. આ સરકારની જવાબદારી છે કે આવા લોકો ઉપર લગામ લગાવે.

ખેલદાસ કોહિસ્તાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે સિંધમાં મેડીકલની હિન્દુ વિદ્યાર્થીનીની હત્યા થઈ છે. યુનિર્વસીટી આત્મહત્યા કહે છે. જયારે પરિવારનો હત્યા હોવાનું કહે છે. ઉપરાંત બે દિવસ પહેલા સિંધ પ્રાંતમાં પણ એક મંદિરમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ સમયે પોલીસ પણ મૂકી પ્રેક્ષક બની રહેલ.

(3:47 pm IST)