Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મહારાષ્ટ્રમાં ભાજપ- શિવસેના વચ્ચે બેઠકના ભાગ માટે ભારે ખેંચતાણ

૧૪૪ બેઠક નહીં તો ગઠબંધન નહીં: શિવસેના ભાજપ ૧૨૦થી વધારે બેઠક નહીં આપે તેવા હેવાલો

મુંબઈઃમહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિધાનસભા સીટના ભાગલા વિશે ખેંચતાણ વધી રહી છે. ગુરૂવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, જો પાર્ટી ૧૪૪ સીટ નહીં આપે તો ભાજપ સાથે ગઠબંધન ટૂટી શકે છે. રાઉતનું આ નિવેદન શેવસેના નેતા અને રાજય સરકારના મંત્રી દિવાકર રાઉતના નિવેદનના સમર્થનમાં આવ્યું છે.

દિવાકરે બુધવારે કહ્યું છે કે, જો શિવસેનાને ૧૪૪ સીટ નહીં મળે તો ગઠબંધન નહીં થાય. મીડિયા સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યું કે, અમિત શાહ અને મુખ્યમંત્રી સાથે ૫૦-૫૦ ટકા સીટોની વહેંચણીની ફોર્મ્યૂલા પર નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી દિવાકર રાઉતનું નિવેદન ખોટું નથી. અમે ચૂંટણી સાથે લડીશું, કેમ નહીં લડીએ?

સૂત્રો પ્રમાણે ભાડપ શિવસેનાને રાજયમાં ૧૨૦થી વધારે સીટ આપવા નથી માગતી. રાજયમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટ છે. જેમાં ૪૪ સીટ અન્ય સહયોગી પાર્ટી માટે છોડી દેવામાં આવી છે.એટલે કે કુસ ૨૪૪ સીટમાં ભાજપ અને શિવસેના વચ્ચે સીટની વહેંચણી થવાની છે. તેમાં શિવસેના ૧૪૪ સીટની માંગણી પર અટકેલી છે.

૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી સમયે પણ અંતિમ સમયે ભાજપ-શિવસેનાનું ગઠબંધન ટૂટ્યુ હતું. બંને પાર્ટીઓએ અલગ અલગ ચૂંટણી લડી હતી, પરંતુ પરિણામ પછી બંનેએ સાથે મળીને સરકાર બનાવીન હતી. આ વખતે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે. એનસીપી પ્રમુખ શરદ પવાર સીટોના ભાગલાની જાહેરાત પણ કરી ચૂકયા છે. આ સંજોગોમાં શિવસેના અને ભાજપના ગઠબંધનની સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શકયતા છે.

(3:47 pm IST)