Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વિકલ્પ ન મળે ત્યાં સુધી પાણીની બોટલ ઉપર પ્રતિબંધ નહિઃ પાસવાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને જણાવેલ કે એક વખત ઉપયોગ થતા પ્લાસ્ટીકનો વિકલ્પ મળે ત્યાં સુધી પ્લાસ્ટીકની બોટલમાં પાણી મળતુ રહેશે. તેમણે દિલ્હી ખાતેના સંમેલનમાં સંબોધન દરમિયાન જણાવેલ કે પાણીની પ્લાસ્ટીકની બોટલનો વિકલ્પ છે તે મોંઘો છે. તેની કિંમત એવી હોય જોઇએ જે સામાન્ય લોકો ખરીદી શકે. એકાએક પાણીની બોટલ બંધ ન કરી શકાય કેમકે તેની સાથે ખુબ જ મોટા પાયે ઉદ્યોગો લોકોને રોજગારી આપી રહયા છે. હાલ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટીકની બોટલમાં પાણી બંધ કરાયું છે.

દેશના ૯ રાજયો અને ૨ કેન્દ્ર શાસીત પ્રદેશોએ પહેલેથી જ રોક લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ પણ એકવાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકને ગાંધી જયંતિ (૨ ઓકટોબર)થી જાકારો આપવા આહવાન કર્યું છે.

(3:32 pm IST)