Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાહુલ અને સોનિયા ગાંધીને મુંબઇ કોર્ટની નોટિસ

વીરસાવરકર વિશે અઘટિત બોલવાના આરોપ બદલ

નવી દિલ્હી,તા.૧૯:કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી સામે વીર સાવરકર વિશે અદ્યટિત બોલવાના કહેવાતા આરોપ બદલ મુંબઇની એક કોર્ટ દ્વારા નોટિસ મોકલાઇ હતી.

આ માતાપુત્રે વીર સાવરકરને 'દેશદ્રોહી' ગણાવ્યા હતા. વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે ભોઇવાડાની કોર્ટમાં આ બંને સામે ફરિયાદ કરી હતી અને કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો.

ચાર્જશીટમાં એવો આક્ષેપ કરાયો હતો કે મારા દાદા વીર વિનાયક દામોદર સાવરકરને આ માતાપુત્રે એક કરતાં વધુ વખત દેશદ્રોહી ચીતર્યા હતા. સોશ્યલ મિડિયા પર ૨૦૧૬ના  માર્ચની પાંચમી, ૨૨મી અને ૨૩મી એમારા દાદાને દેશદ્રોહી ચીતરતી ટ્વીટ આ માતાપુત્રે કરી હતી. આરોપનામામાં એમ પણ જણાવાયું હતું કે આ લોકોએ મારા દાદા પર એવો ખોટો આક્ષેપ કર્યો હતો કે આંદામાન-નિકોબારની અંડા સેલમાં મારા દાદાને પૂરવામાં આવ્યા ત્યારે મારા દાદાએ બ્રિટિશ સરકાર પાસે દયાની ભીખ માગી હતી. આ આક્ષેપ નાપાયાદાર અને બદઇરાદાથી કરાયેલો હતો. ઇતિહાસ સાક્ષી છે કે મારા દાદાએ દયાની ભીખ માગી નહોતી.

(3:29 pm IST)