Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે કરતારપુરના નિર્માણ કાર્યનું કર્યુ નિરીક્ષણ : નવમી નવેમ્બરથી કોરિડોર ખોલાશે

શ્રદ્ધાળુઓને પાણી અને દવા સહિતની પ્રસાદ અને લંગરની પણ વ્યવસ્થા

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે કરતારપુર કોરિડોર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ. કોરિડોરનું 86 ટકા સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. ભારતીય શ્રદ્ધાળુઓ માટે નવમી નવેમ્બરે કોરિડોરને ખોલવામાં આવશે. કોરિડોર માટે પંજાબ સરકાર દ્વારા વિશેષ સુવિધાનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

કરતારપુર જતા શ્રદ્ધાળુઓને પાણી અને દવા સહિતની સુવિધા મફતમાં મળવાની પણ સુવિધા કરવામાં આવી છે. પાકિસ્તાન શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ અને લંગરની પણ વ્યવસ્થા કરવાની તૈયારી કરી રહ્યુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર મામલે ત્રીજા તબક્કાની થયેલી બેઠક બાદ વીઝા પોલીસી પણ નક્કી કરવામાં આવી છે

(1:31 pm IST)