Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મુંબઇમાં સુધરાઇની નવી સ્કૂલો માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજીયાત

નવી શાળા પ્રોજેક્ટ માટે એનઓસી જોઈતું હોય તો રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપવી પડશે

મુંબઈ : હવેથી મુંબઇ મહાનગર પાલિકા સંચાલિત તમામ નવી શાળા માટે રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ફરજિયાત બની જાય છે. મહાપાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષ અંજલિ નાઇકના જણાવ્યા પ્રમાણે જો નવી શાળા પ્રોજેક્ટ માટે એન.ઓ.સી. (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) જોઇતું હોય તો તેમણે રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપવા સહિતની મહાપાલિકાએ સૂચવેલી માર્ગદર્શિકાનું સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રકચર સેલ (એસઆઇસી)એ પાલન કરવું પડશે.

અંજલિ નાઇકે એક પ્રવચનમાં જણાવ્યું હતું કે તેમણે રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેસાડનારી અને તેની સ્થિતિ ખરાબ હોય એવી તમામ શાળાના નામોની યાદી તૈયાર કરી છે. 'આ યાદી બહાર પાડી ચૂકી છે અને તેને વધારાના પૃથ્થકરણ અને બાંધકામની જરૂર હોય તે માટે એસ.આઇ.સી.નું વધુ માર્ગદર્શન લઇ શકે છે.

ભરૂચા રોડ મ્યુ. સ્કૂલ, કાંદિવલીની સખારામ તરે મ્યુ. સ્કૂલ ઉપરાંત બાન્દ્રા-પૂર્વ, માનખુર્દ, ગોવંડી, સાયન, સાંતાક્રુઝની સુધરાઇ શાળામાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે, પણ સ્તરસંભાળને અભાવે તે બધી કચરાના ડબા જેવી બની ગઇ છે, આવી લગભગ ૨૦૦ જેટલી સુધરાઇ શાળા છે, એમ તેમણે ખુલ્લુ કર્યું હતું.

એસ.આઇ.સી.ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ અંગેનું તમામ કામ શરૂ થઇ ગયું છે. 'અમે ઘણી શાળાઓમાં કાઝનો પ્રારંભ કરી દીધો છે. આ શાળાની મુલાકાત વેળા અમને જાણવા મળ્યું કે ૩૦ થી ૪૦ ટકા શાળાઓની રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને જાળવણીની જરૂર છે. એક વેળા આ કામ પૂરું થતા જ તેનો સારો ઉપયોગ થઇ જશે, એમ એસઆઇસીના અધિકારીએ જણાવ્યું હતું.

(1:29 pm IST)