Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દિલ્હીમાં બાઈકમાં મ્યુઝિક ચલાવવાને કારણે ટ્રાફિક પોલીસે ફટકાર્યો મોટો દંડ

તિલકનગર પોલીસ મથકનો મામલો : ચાલકે ફેસબુકમાં કિસ્સો શેર કર્યો

નવી દિલ્હી : દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર લોકોને મોટા દંડ ફટકારાઈ રહ્યા છે. ક્યાંક એક લાખ તો ક્યાંક છ લાખ સુધીના દંડ ફટકાર્યા છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે એક વ્યક્તિને બાઈકમાં મ્યુઝિક ચલાવવા બદલ દંડ કરવામાં આવ્યો. આ વ્યક્તિ 33 લાખ રૂપિયાની કિંમતની લક્ઝરી હાર્લી ડેવિડસન બાઈક ચલાવી રહ્યો હતો. આ બાઈકમાં કોઈ પણ હેચબેક કાર્સ કરતા વધુ ફીચર્સ હોય છે. સાથે જ કંપની તેમાં આધુનિક મ્યુઝિક સિસ્ટમ પણ આપે છે.

જો કે નવા મોટર વ્હિકલ એક્ટની અસર આ બાઈક પર પણ પડી. દિલ્હી પોલીસે આ બાઈકસવાર પર મ્યુઝિક વગાડવાને કારણે દંડ ફટકાર્યો છે. દિલ્હી પોલીસે રસ્તમાં બાઈક ચલાવતા સમયે મ્યુઝિક સાંભળવાને કારણે રાઘવ સ્વાતિ પ્રૂથીને દંડ ફટકાર્યો છે. રાઘવે ગત મહિને હાર્લી ડેવિડસન રોડ ગ્લાઈડનું સ્પેશિયલ વર્ઝન ખરીદ્યું હતું. પરંતુ એક મહિના બાદ જ તેણે દંડ ભરવો પડ્યો. આ ઘટના અંગે વાત કરતા રાઘવે ફેસબુક પર પોસ્ટ લખી છે, જેમાં એક વીડિયો પણ છે.

આ મામલો દિલ્હીના તિલકનગર પોલીલ સ્ટેશનમાં નોંધાયું છે. ફેસબુક પર કરાયેલી પોસ્ટમાં રાઘવે લક્યું છે કે,'હું તિલકનગરમાં મારી હાર્લે ડેવિડનસ રોડ ગ્લાઈડ પર હતો. મેં હેલ્મેટ પહેરી હતી અને મ્યુઝિક સિ્ટમ પર ગીતો સાંભળી રહ્યો હતો, તે પણ વોલ્યુમ 30 ટકા પર હતું. પરંતુ જેવું મેં ગ્રીન સિગ્નલ થવાથી બાઈક આગળ વધાર્યું તો પોલીસ કારે મારું બાઈક અટકાવ્યું. જો કે પોલીસની ગાડી ચલાવનાર ડ્રાઈવર યુનિફોર્મમાં હતો. પરંતુ તે બહાર આવ્યો અને મારી પાસે લાઈસન્સ માગ્યું. જ્યારે મેં તેને પૂછ્યુ કે મને કેમ રોક્યો છે, તો ડ્રાઈવરે કહ્યું કે એસીપી, તિલકનગર પોલીસ સ્ટેશન કારમાં છે અને બાઈકના દસ્તાવેજ બતાવો અથવા પોલીસ સ્ટેશન આવો.'

રાઘવે આગળ કહ્યું કે જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો પોલીસવાળા તેમના પર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે કોઈ સ્પીકર્સવાળુ બાઈક કેવી રીતે ચલાવી શકે, આ મોડિફાઈ કરાવેલું બાઈક છે.

(1:15 pm IST)