Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કરતારપુર કોરિડોર નિર્માણ કાર્યની જાસુસી કરનાર એક શખ્સ ઝડપાયો

પાકિસ્તાનને તસવીરો મોકલવાના મળવાના હતા 10 લાખ : વોઇસ કોલનો પણ થયો ઉપયોગ

નવી દિલ્હી : સુરક્ષાદળોએ કરતારપુર કોરિડોર નિર્માણ કાર્યની જાસુસી કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. સુરક્ષાદળની પકડમાં આવેલા જાસુસે કરતારપુર નિર્માણ કાર્યની કેટલીક તસવીર પાકિસ્તાન મોકલી હતી. તેને આ કામ માટે 10 લાખ રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. જાસુસી કરનાર શખ્સની ઓળખ વિપિન સિંહ તરીકે કરવામાં આવી છે.

વિપિનસિંહ ગુરદાસપુરના પુલ તિબ્બડીનો રહેવાસી છે. પૂછપરછ દરમ્યાન તેણે જણાવ્યુ હતુ કે, મોબાઈલથી કેટલીક તસ્વીર પાકિસ્તાન મોકલી હતી. અને વાત કરવા માટે તેણે વોઈસ કોલનો પણ ઉપયોગ કર્યો હતો. મિલિટ્રી ઈન્ટેલિજન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી પૂછપરછ બાદ જાસુસ શખ્સને પુરાના શાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. ત્યારે આ મામલે સેનાએ પણ તપાસ શરૂ કરી છે.

(12:31 pm IST)