Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આ ઊલટી-સીધી બસની તસવીરને બેસ્ટ કેપ્શન આપનારને આનંદ મહિન્દ્રા આપશે એક ખાસ ગિફટ

બિઝેનસમેન આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર એકિટવ હોય છે. તાજેતરમાં તેમણે એક બસની તસવીર શેર કરી છે. જેમાં બસની છત પર પણ પૈડાં છે. ઉપર અને નીચે બન્ને તરફ એકસરખા પૈડાં ધરાવતી આ બસ અપલોડ કરીને આનંદ મહિન્દ્રાએ લોકોને ક્રીએટિવિટી બહાર લાવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે,'આ તસ્વીરને બેસ્ટ કેપ્શન આપો. જે બેસ્ટ કેપ્શન હશે તેને મહિન્દ્રાનું ડાઇ-કાસ્ટ મોડલ આપીશ'.

પછી તો પૂછવું જ શું? લોકોની સર્જનાત્મકતા વહેવા લાગી. ટ્રબલ ડેકર, હેડ ઓવર હીલ્સ, ફોર ઓડ-ઇવન દિલ્હી રોડ્સ, હેન્ગઓવર બસ, વિક્રમ વેતાળ, ચક્ક પે ચક્કા, અપની ગાડી ફિલપકાર્ટ, મૈંને દો શબ્દ કયા પ્યાર કે બોલ દિયે ઉલટા મેરે સરપે ચઢ ગઇ... જેવી મજેદાર કેપ્શન્સ સોશ્યલ મીડિયામાં વહી રહી છે.

(11:36 am IST)