Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દેશમાં ૩ માંથી ર બાળકોના મોત કુપોષણના કારણે

મેડીકલ જર્નલ લેન્સેટ અનુસાર ૧૯૯૦ કરતા ૨૦૧૭માં મોટો ઘટાડો

નવી દિલ્હી તા.૧૯: દેશમાં દર ૩માંથી ર બાળકોના મોત કુપોષણના કારણે થઇ રહ્યા છે. જો કે પાંચ વર્ષ સુધીના બાળકના કુપોષણના કારણે થતા મોતના દરમાં ૧૯૯૦ની સરખામણીમાં ૨૦૧૭માં ૨/૩ ઘટાડો થયો છે. ભારતીય ચિકીત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર), પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના નેતૃત્વમાં થયેલા અભ્યાસમાં આ ખુલાસો થયો છે.

ઇન્ડીયા સ્ટેટ લેવલ ડીસીઝ બર્ડન ઇનીશીમેટીવ હેઠળ કરાયેલ આ અભ્યાસ પ્રસિધ્ધ મેડીકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયો છે. તેના અનુસાર, કુપોષણ બધા આયુ વર્ગના લોકો માટે મોટું જોખમ છે. બાળકો માટે ખાસ કરીને તે વધુ ખતરનાક છે. કુપોષણના સંકેતકોમાં જન્મ સમયે બાળકનું ઓછું વજન મૃત્યુના મોટા કારણોમાં સામેલ છે.

અભ્યાસ અનુસાર, ભારતમાં જન્મ સમયે બાળકનું વજન બહુજ હોવાના કિસ્સા ૨૧ ટકા હતા. યુપીમાં આવા બાળકો સહુથી વધારે એટલે કે ૨૪ ટકા જન્મે છે. જયારે મિઝોરમમાં આવા બાળકો સૌથી ઓછા એટલે કે ૯ ટકા જનમ્યા હતા. ૨૦૧૭માં બાળકો કીંગણા રહેવાના કિસ્સા ૩૯ ટકા હતા. એમાં પણ યુપીની સ્થિતી સૌથી ખરાબ છે, ત્યાં સૌથી વધારે ૪૯ ટકા જયારે ગોવામાં સૌથી ઓછા ૨૧.૩ ટકા બાળકો ઠીંગણા પણાથી પીડીત હતા. આજ રીતે ૬૦ ટકા બાળકોમાં લોહીની કમી જોવા મળી, હરિયાણામાં સૌથી વધારે એટલે કે ૭૪ ટકા બાળકો આનાથી પિડીત હતા.કુપોષણની સ્થિતીના આધાર પર રાજયોનું વર્ગીકરણ  ત્રણ શ્રેણીઓ લો એસડી આઇ, મીડલ એસડીહાઇ અને હાઇ એસડીઆઇમાં કરાયું હતું. તેમાં હરિયાણા, દિલ્હી, ઉતરાખંડ સિવાયના બધા હિંદુ ભાષી રાજયો લો એસડીઆઇ સમૂહમાં છે. હરિયાણા મીડલ અને ઉત્તરાખંડ હાઇ એસડીઆઇ રાજયોમાં હતા.

(11:36 am IST)