Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દેશના લોકોને સૌથી વધુ ભરોસો સૈન્ય ઉપર : સૌથી ઓછો નેતા લોગ પર : સર્વે

વૈજ્ઞાનિકો ઉપર બીજા ક્રમનો ભરોસો તે પછી શિક્ષકો ત્રીજા ક્રમે

નવી દિલ્હી, તા. ૧૯ : શહેરી વિસ્તારમાં રહેતા ૭૦ ટકાથી વધુ લોકો ભારતીય સશસ્ત્ર સેનાને સૌથી વધુ ભરોસેમંદ ગણે છે જયારે મોટાભાગના લોકો રાજનેતાઓને શંકાની દ્રષ્ટિથી નિહાળે છે એવું એક સર્વેમાં બહાર આવ્યું છે.

માર્કેટ રિસર્ચ કર્મ ઇટસોસના એક અભ્યાસ અનુસાર વૈજ્ઞાનિકો અને શિક્ષકોને ભારતમાં ભરોસેમંદ વ્યવસાયમાં ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર ગણે છે.

પ૯ ટકા શહેરી ભારતીયોએ રાજનેતાઓને સૌથી ઓછા ભરોસેમંદ ગણાવ્યા છે તે પછી મંત્રી પર ટકા અને વિજ્ઞાપન અધિકારી ૪૧ ટકા રહ્યા છે.

ઇપ્સોમીનું કહેવું છે કે શશસ્ત્ર દળોને સૌથી વધુ સમર્પિત દળ ગણવામાં આવે છે જે બલિદાન, પ્રતિબદ્ધતા અને શિસ્તના મૂલ્યોથી પરિભાષિત હોય છે.

(11:34 am IST)