Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઇઝરાયલઃ નેતન્યાહુને બહુમત નહીઃ લીબરમેન બન્યા કિંગ મેકર

નેતન્યાહુના પક્ષને ૩૧ સીટો જ્યારે લીબરમેનના પક્ષને ૩૨ સીટો મળી

યેરૂશલૈમઃઇઝરાયલમાં પાંચ મહીનાની અંદર બીજીવાર થયેલી ચુંટણીમાં વડાપ્રધાને બેન્જામિન નુતન્યાહુની લિકુડ પક્ષને ૩૧ સીટો મળી છે ગઇ કાલે આવેલા ચુંટણી પરિણામે મુખ્ય પ્રતિદ્વંદ્વી બ્લુ એન્ડ વાઇટને લિકુડથી વધુ એક સીટ એટલે કે ૩૨ સીટો મળી છે બીજી બાજુ બંને મુખ્ય ગઠબંધનોની વાત કરેતો વામપંથી પક્ષને ૫૬ જ્યારે નેતન્યાહુના નેતૃન્યાહુના નેતૃત્વવાળા દક્ષિણપંથી પક્ષને ૫૫ સીટો મળી છે. આ પ્રકારે બંને પક્ષોને સરકાર બનાવા માટે ૬૧ સીટોનું બહુમત પ્રાપ્ત થયું નથી.

એટલે કે ઇઝરાયલે સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા નેતન્યાહુ રાજનૈતિક અસ્થિરતાને સામાનો કરી રહ્યા છે. અને દેશમાં ગઠબંધન સરકાર બનાવાની શકયતા પેદા થઇ ગઇ છે. ઇઝરાયલમાં મંગળવારે મતદાન થયું હતું . નેતન્યાહુ એપ્રિલમાં થયેલી ચુંટણી બાદ બહુમતની સાથે ગઠબંધન કરી શકયા નથી સુત્રોના જણાવ્યા મુજબ ૬૯ વર્ષીય નેતન્યાહુની લિકુડ અને તેેને પડકાર આપી રહેલા મધ્યમાર્ગી પૂર્વ સૈન્ય પ્રમુખ બેની ગાંજજી બ્લુ એન્ડ વાઇટ પક્ષને ૯૦ ટકા મતગણતરી બાદ સંસદની ૧૨૦ સીટોમાં ક્રમશઃ ૩૨ અને ૩૨ સીટો મળી છે.

(11:34 am IST)