Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આઇફા ર૦૧૯: કોને મળ્યો શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો એવોર્ડ ?

આ વખતના સમારંભમાં કેટલાક કલાકારો અને ક સબીઓનેવિશેષ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. દિપિકા પદુકોણને 'ચેન્નાઇ એકસપ્રસ'માં કરેલી ભૂમિકા બદલ, રણબીર કપૂરને 'બરફી', દિગ્દર્શક રાજકુમાર હિરાનીને '૩ ઇડિયટ્સ' માટે સંગીતકાર પ્રિતમને 'ઐ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મના સંગીત માટેએવોર્ડ આપવામાં આવ્યો હતો જયારે છેલ્લા ર૦ વર્ષમાં બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં 'કહો  ના પ્યાર હૈ' ફિલ્મને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કરવા બદલ સ્પેશિયલ એવોર્ડ ડાન્સ ડાયરેકટર સરોજ ખાનને આપવામાં આવ્યો હતો એમને માધુરીદીક્ષિત-નેનેનાં હસ્તેએવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

માસ્ટર ઓફ કોમેડીનો સ્પેશિયલ એવોર્ડ જગદીપ તરીકે જાણીતા સૈયદ ઇશ્તિયાક એહમદ જાફરીને આપવામાં આવ્યો હતો.(૬.૬)

 બેસ્ટ ફિલ્મ-રાજી

 બેસ્ટ એકટ્રસ-આલિયા ભટ્ટ(રાજી)

 બેસ્ટ એકટર-રણવીરસિંહ (પદમાવત)

 બેસ્ટ ડાયરેકટર-અંધાધુંધ માટે શ્રી રામ રાઘવન

 બેસ્ટ ડેબ્યુ-કેદારનાથ માટે સારા અલીખાન

 બેસ્ટ ડેબ્યુ-ધડક-માટે ઇશાન ખટ્ટર

 બેસ્ટ મ્યુઝીક-સોનું કે ટીટુ કી સ્વીટી

 બેસ્ટ સિંગર-અરિજીતસિંઘ રાજીના એ વતન ગીત

(11:29 am IST)