Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્વદેશી લડાકુ વિમાન 'તેજસ' માં ઉડાન ભરી

દેશના સંરક્ષણ પ્રધાને સ્વદેશી લડાકુ વિમાન ઉડાન ભરી

કર્ણાટકના બેંગલુરુમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્વદેશી લડાકુ વિમાન 'તેજસ' માં ઉડાન ભરી છે. પહેલીવાર દેશના સંરક્ષણ પ્રધાને સ્વદેશી લડાકુ વિમાન 'તેજસ' માં ઉડાન ભરી છે. રાજનાથ સિંહ લગભગ અડધો કલાક તેજસ વિમાનમાં રહેશે. તેજસને 3 વર્ષ પહેલા એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે તેજસનું અપગ્રેડ વર્ઝન પણ આવી રહ્યું છે.

 તેજસ એક લાઇટ લડાકુ વિમાન છે, જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા તૈયાર કરાયું છે. એચએએલને 83 તેજસ વિમાન માટે આશરે 45 હજાર કરોડ રૂપિયા મળશે.

તેજસમાં સંરક્ષણ પ્રધાનની ઉડાન એ સમય થઈ રહી છે જ્યારે એચએએલ દેશમાં બનાવવા જઈ રહેલ 83 એલસીએ માર્ક 1 એ વિમાન બનાવવા માટે 45 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ મેળવવા જઈ રહી છે.

(1:23 pm IST)