Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

લદ્દાખ પછી હવે અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું થશે શક્તીપ્રદર્શન:સૈનિકો કરશે' હમ વિજય 'યુદ્ધાભ્યાસ

યુદ્ધાભ્યાસમાં ભારતીય સેનાની માઉન્ટેન કોર અને વાયુસેના પણ ભાગ લેશે

 

નવી દિલ્હી : ભારતીય સેનાએ તાજેતરમાં લદ્દાખમાં હજારો ફૂટની ઊંચાઈએ ચીનને અડીને આવેલી સરહદ પર એક મોટો યુદ્ધાભ્યાસ કર્યો હતો. યુદ્ધાભ્યાસમાં સેનાની સાથે વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. યુદ્ધાભ્યાસથી સેનાએ દુનિયાને સંદેશો આપી દીધો છે કે ભારતીય સેના કોઈ પણ પ્રકારની સ્થિતિમાં લડવા માટે તૈયાર છે.

લદ્દાખમાં સફળ યુદ્ધાભ્યાસ પછી હવે આવતા ઓક્ટોબર મહિને ભારતીય સેના અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદ નજીક એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. 'હિમ વિજય' નામના યુદ્ધાભ્યાસમાં ભારતીય સેનાની માઉન્ટેન કોર અને વાયુસેના પણ ભાગ લેશે. યુદ્ધાભ્યાસ માટે માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સની રચના કરાઈ છે

ઓપરેશન હિમ વિજય માટે માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લઈ જવાશે. જેના માટે એરફોર્સના નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130 જે સુપર હરક્યુલસ અને એએન-32 વિમાનનો ઉપયોગ કરાશે

ઓક્ટોબર મહિનામાં યોજાનારો યુદ્ધાભ્યાસ ચીનની સરહદ નજીક પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. યુદ્ધાભ્યાસમાં સેનાના લગભગ 15,000 જવાન ભાગ લેશે. પૂર્વ કમાન્ડ દ્વારા છેલ્લા મહિનાથી યુદ્ધાભ્યાસની તૈયારી ચાલી રહી છે

 

(1:05 am IST)