Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મોટો ઉહાપોહ થવાના પગલે ટ્વિટર ઉપર ગૃહમંત્રી અમિતભાઇ શાહનો ખુલાસો:હંમેશા ભારતીય ભષાઓને મજબૂત કરવી જોઈએ

બાળક ત્યારે સારો અભ્યાસ કરી શકે જયારે તે માતૃભાષામાં ભણે : માતૃભાષાનો મતલબ હિન્દી નહીં ,રાજ્યની ભાષા છે

 

નવી દિલ્હી : દેશભરમાં મોટો ઉહાપોહ થવાના પગલે ટ્વિટર ઉપર ગૃહમંત્રી  અમિતભાઈ શાહએ  ખુલાસો.કર્યો છે અમિતભાઇ શાહે કહ્યું કે મેં હંમેશા કહ્યું છે કે ભારતીય ભાષાઓને મજબૂત કરવી જોઈએ,બાળક ત્યારે સારું ભણી શકે જયારે તે પોતાની માતૃભાષામાં ભણે,અમિતભાઇ શાહે સ્પષ્ટતા કરતા કહ્યું કે માતૃભાષાનો મતલબ હિન્દી નહીં ,રાજ્યની ભાષાથી છે

 અમિતભાઈએ એમ કહ્યું હતું કે દેશની અંદર એક એવી ભાષા હોવી જોઈએ કે જો આપ કોઈ બીજી ભાષા શીખો છો તો તે હિન્દી હોવી જોઈએ.

(11:42 pm IST)