Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અમેરિકાના ન્યુજર્સી સ્ટેટ ગવર્નર ફીલ મુર્થી ભારતની સત્તાવાર મુલાકાતે : પત્ની તથા પ્રતિનિધિ મંડળ સાથે દિલ્હીમાં અક્ષરધામ શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી અભિષેકનો લહાવો લીધો

ન્યુદિલ્હી : અમેરિકાના ન્યુજર્સી સ્ટેટ ગવર્નર ફીલ મુર્થી તેમના પત્ની તથા પ્રતિનિધિ મંડળ સાથે ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.તેમણે આ મુલાકાત અંતર્ગત દિલ્હીમાં આવેલા અક્ષરધામ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.આ મંદિરે દર્શન કરવા આવનાર તેઓ ન્યૂજર્સીના સૌપ્રથમ વર્તમાન ગવર્નર છે.જેમના સ્ટેટમાં બી.એ.પી.એસ.શ્રી સ્વામિનારાયણ મંદિરની શાખા આવેલી છે.

ગવર્નર ફીલ મુર્થી ,તેમના પત્ની ટમ્મી મુર્થી ,સ્ટેટના ધારાસભ્યો,ઇકોનોમિક એડવાઈઝર્સ ,ઉપરાંત હેલ્થકેર તથા ટેક્નોલોજી અધિકારીઓ સહીત આવેલી ટીમનું સ્વામિનારાયણ ભગવાનના છઠ્ઠા વારસદાર પૂજ્ય મહંત સ્વામી વતી પૂજ્ય જ્ઞાનમુનિદાસ સ્વામી તથા સંતોએ સ્વાગત કર્યું હતું

પ્રતિનિધિ મંડળે ભગવાનને અભિષેક કરી દર્શનનો લાભ લીધો હતો.આ તકે ગવર્નર મુર્થીએ પૂજ્ય મહંત સ્વામીની 2017 ની સાલની ન્યુજર્સીની મુલાકાત યાદ કરી હતી.તથા સંસ્થા દ્વારા કરાઈ રહેલી પ્રવૃતિઓ તેમજ સંગઠનને બિરદાવ્યું હતું તેમજ ઇન્ડિયન કોમ્યુનિટીના ન્યૂજર્સીના વિકાસમાં યોગદાનને પણ બિરદાવ્યું હતું તેમજ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યવસાયિક,સાંસ્કૃતિક ,તેમજ શૈક્ષણિક ,ઉપરાંત ધાર્મિક સંબંધોની સરાહના કરી હતી તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

(12:20 pm IST)