Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વૈશ્વિક વિકાસ પ્રત્યે સમર્પણના મામલામાં અમેરિકા ટોચના દેશોથી ઘણું પાછળ: રિપોર્ટ

 

ગરીબ દેશોને લાભ પહોંચાડનારી નીતિઓ પ્રત્યે સમર્પણના મામલામાં અમેરિકા ટોચના 27 ધનિક દેશોમાં ઘણું પાછળ છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. વૉશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ તરફથી મંગળવારે એક પ્રકાશિત વાર્ષિક રિપોર્ટમાં વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા ઈન્ડેક્સમાં ટોચના 27 સમૃદ્ધ દેશોમાં અમેરિકા 23મા સ્થાન પર છે.

(9:43 pm IST)