Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સરહદે પાકિસ્તાની સૈનિકોની બર્બરતા :BSFના જવાનનું ગળુ કાપી નાખ્યું :બોર્ડર પર હાઈ એલર્ટ

પાકિસ્તાની સૈનિકોની બર્બરતાભરી હરકત સામે આવી છે. જમ્મુ નજીક આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના એક જવાન નરેન્દ્ર કુમારનું ગળું કાપી નાંખવામાં આવ્યું છે. આ ઘટનાથી બંને દેશ વચ્ચે ફરી તણાવ વધી શકે છે. આ બર્બર ઘટના મંગળવારે રામગઢ સેકટરમાં ઘટી છે. ઘટના બાદ સુરક્ષા દળોએ પૂરી આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે.

(8:23 pm IST)