Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ત્રિપલ તલાક : કાયદાની વાત

સમાધાન માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી

નવીદિલ્હી, તા. ૧૯: કેન્દ્રની મોદી સરકારે આખરે ત્રિપલ તલાક સાથે સંબંધિત વટહુકમને આજે લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ સરકારની પાસે હવે તેને પસાર કરવા માટે છ મહિનાનો સમય રહેશે. મોદી સરકારે ત્રિપલ તલાક બિલ સંસદમાં અટવાઇ પડતા હવે તેને લાગુ કરવા માટે  વટહુકમનો રસ્તો અપનાવવા માટેનો નિર્ણય કર્યો છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. આ વટહુકમ હવે છ મહિના સુધી અમલી રહેશે. ત્રિપલ તલાક બિલને લઇને વટહુકમને મંજુરી આપવામાં આવી છે. કાયદાની દ્રષ્ટિએ મોટી બાબતો નીચે મુજબ છે.

ક્યારે કેશ દાખલ થશે

ત્રિપલ તલાકનો કેસ ક્યારે દાખલ કરવામાં આવશે તેને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ અપરાધ તરીકે છે તેમાં પોલીસ સીધીરીતે ધરપકડ કરી શકે છે. જ્યારે મહિલા પોતે ફરિયાદ કરશે. આની સાથે જ લગ્નના સંબંધવાળા સભ્યોની પાસે પણ કેસ દાખલ કરવાનો અધિકાર રહેશે. પડોશી અથવા તો અન્ય કોઇ વણઓળખાયેલી વ્યક્તિ કેસ દાખલ કરાવી શકશે નહીં

સમાધાન માટે શું શરત છે

કેન્દ્રીયમંત્રીએ કહ્યું છે કે, આ બિલ મહિલાઓના સશક્તિકરણ માટે છે. કાયદામાં સમાધાનના વિકલ્પ તરીકે રાખવામાં આવ્યા છે. પત્નિની પહેલ પર સમાધાન થઇ શકે છે પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય શરતો સાથે આ સમાધાન થઇ શકશે

જામીન માટે શું શરત છે

કાયદા હેઠળ મેજિસ્ટ્રેટ આમા જામીન આપી શકે છે પરંતુ પત્નિનો પક્ષ સાંભળ્યા બાદ જ જામીન આપી શકાશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે, આ પતિ અને પત્નિ વચ્ચે અંગત મામલો છે. પત્નિએ રજૂઆત કરી છે જેથી તેની દલીલો સાંભળવાની જરૂર રહેશે

વળતર માટે શું જોગવાઈ

ત્રિપલ તલાકના કાયદામાં નાના બાળકોની કસ્ટડી માતાને આપવાને લઇને જોગવાઈ કરવામાં આવી છે. પત્નિ અને બાળકોના ભરણપોષણના અધિકાર મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવેલા સૂચનો પતિને પાળવા પડશે

(7:32 pm IST)