Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દિલ્હીમાં સફાઇ કર્મચારીનું ગટરમાં પડી ગયા બાદ મોત નિપજતા સોશ્યલ મીડિયા થકી મૃતકના પરિવારજનો માટે દાનની સરવાણી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કોઈ પણ ફોટો અથવા વીડિયો જોતજોતામાં વાયરલ થઈ જાય છે. આવી જ એક પોસ્ટ એટલી વ્યાપક રીતે વાયરલ થઈઅને લોકો પર તેની એવી ગંભીર અસર થઈ કે, લોકોએ જોતજોતામાં એક જરુરતમંદ પરિવારની મદદ માટે લાખો રુપિયા ભેગા કરી નાખ્યા.

દિલ્હીમાં એક સીવેજ કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારની મદદ માટે સોશિયલ મીડિયા પર લોકોએ આ નેક પગલું ભર્યુ છે. ઉલ્લેખનીય છેકે 37 વર્ષીય અનિલનું 14 સપ્ટેમ્બરના રોજ ડાબરી વિસ્તારમાં દિલ્હી વોટર બોર્ડના સીવરની સફાઈ કરતી વખતે ગૂંગળામણ થવાને કારણે મૃત્યુ થયુ હતુ.

અનિલના પત્ની રાનીએ મદદ કરનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું મારા 3 બાળકો સારું જીવન જીવી શકે તે માટે શિક્ષણ આપવા માંગુ છુ.

એક ટ્વિટર યુઝરે અનિલના મૃતદેહ સાથે તેના પરિવારનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટોમાં તેમનો નાનો દીકરો પિતાના મૃતદેહ સાથે ઉભો થઈને રડી રહ્યો હતો. ફોટો સાથે લખવામાં આવ્યુ હતું કે, આ પરિવાર પાસે અનિલના અંતિમ સંસ્કાર માટે પણ પૈસા નથી. આ સાથે જ અનિલના પત્નીના બેન્ક અકાઉન્ટની ડીટેલ શેર કરવામાં આવી હતી, અને લોકોને મદદની અપીલ કરવામાં આવી હતી.

(5:23 pm IST)