Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રાષ્‍ટ્રપતિ ભવનની મુલાકાત માટે ઓનલાઇન બુકિંગઃ અેક વ્‍યક્તિદીઠ રૂૂ.પ૦ ટિકીટઃ ૮ વર્ષ સુધીના બાળકોને ફ્રી અેન્ટ્રી

નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સામાન્ય લોકો પણ લઈ શકે છે? તમે ગમે ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં જઈ શકો છો, પરંતુ પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.

કઈ રીતે જઈ શકો?

તમારે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા ઈચ્છતા દરેક વ્યક્તિની ડિટેલ આપવાની હોય છે. અહીં તમને રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે બુકિંગ કરાવવાની પ્રોસેસ વિષે જણાવવામાં આવ્યું છે.

3 ભાગમાં વહેંચાયેલુ છે

રાષ્ટ્રપતિ ભવનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. એક વારમાં તમે એક જ ભાગની બુકિંગ કરાવીને ફરી શકો છો. સર્કિટ વન, સર્કિટ ટુ અને સર્કિટ થ્રી નામના આ સેક્શન સિવાય તમે ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીની બુકિંગ પણ કરાવી શકો છો, જે દર શનિવારે સવારે આઠ વાગ્યે થાય છે.

એક ઓપ્શન સિલેક્ટ કરો

સર્કિટ વનમાં અશોક હૉલ, નોર્થ ડ્રાઈંગ રુમ, લોન્ગ ડ્રાઈંગ રુમ, દરબાર હૉલ અને લોર્ડ બુદ્ધ સ્ટેચ્યુ વગેરે આવે છે, જ્યારે સર્કિટ 2માં રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ કોમ્પલેક્સ આવે છે. સર્કિટ 3માં રાષ્ટ્રપતિ ભવનનું ગાર્ડન શામેલ છે. તમે તમારી પસંદ અનુસાર બુકિંગ કરાવી શકો છો. આ દરેક સર્કિટના અલગ અલગ દિવસ નક્કી કરવામાં આવ્યા છે.

આ રીતે કરાવો બુકિંગ

સૌથી પહેલા rashtrapatisachivalaya.gov.in/rbtourની વેબસાઈટ ખોલો.

અહીં મેન્યુમાં જઈને Plan Your Visit ઓપ્શન સિલેક્ટ કરો.

અહીં તમે જે ભાગમાં ફરવા માંગો છો તે ઓપ્શન સિલેક્ટ કરો.

હવે તમે જે તારીખે જવા માંગતા હોવ તે સિલેક્ટ કરો.

જેટલા લોકો જવાના હોય તેમની માંગવામાં આવેલી માહિતી આપો.

હવે એન્ટ્રી ફીનું પેમેન્ટ કરો.

કેટલી હોય છે ફી?

50 રુપિયા પ્રતિ વ્યક્તિ, 8 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે એન્ટ્રી ફ્રી

સમય- સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી.

(5:21 pm IST)