Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

શાહુડીનો શિકાર કરવા યુવક એના દરમાં ૩૦ ફુટ અંદર ઘૂસી ગયો અને જીવ ગુમાવ્યો

ભોપાલ તા. ૧૯: મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં શાહુડીના દરમાં ઊંડે સુધી ઘુસી જવાના ચક્કરમાં ૩ર વર્ષના વસંત કેવટ નામના યુવકે જીવ ગુમાવ્યો હતો. ગામ લોકોનું કહેવું છે કે યુવક શાહુડીનો શિકાર કરવા માટે એના દરમાં પેઠો હતો. ઘટના ચાવરપથા ગામની છે. સ્થાનિક અધિકારીઓએ યુવકને બચાવવા માટે બપોરે બે વાગ્યાથી લઇને સાંજે સાડાપાંચ સુધી રેસ્કયુ-ઓપરેશન હાથ ધર્યું હતું. દર ખૂબ જ સાંકડું હતું અને કોઇ માણસ અંદર જઇ શકે એવું સંભવ જ નહોતું. એમ છતાં વસંત શાહુડીને પકડવા માટે રેંગતો-રેંગતો ખૂબ અંદર જતો રહ્યો. લગભગ ૩૦ ફુટ સુધી એ અંદર જતો રહેલો. દર એટલું સાંકડું હતું કે એમાં પડખું બદલવાની શકયતા પણ નહોતી એટલે તે યુ-ટર્ન મારીને પાછો ફરી શકયો નહીં. યુવકને બચાવવા માટે અધિકારીઓએ અર્થમૂવરનો સહારો લીધો અને માટી ખોદીને કાઢવાની શરૂ કરી. લગભગ વીસ ફુટ ઊંડે સુધી દર ખોદી કાઢતાં યુવક ફસાયેલો છે. એવું દેખાયું. બસ, એ પછી લોકોએ હાથેથી વધું ઊંડો ખોદીને વસંતને કાઢયો. તરત જ તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવાયો, પણ આખરે તેને બચાવી શકાયો નહીં.

(4:14 pm IST)