Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઉત્તર પ્રદેશમાં જન્મ્યું ચાર પગ અને બે પેનિસવાળું બાળક

લખનૌ તા. ૧૯: રવિવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરની હોસ્પિટલમાં એક અજીબોગરીબ બાળકનો જન્મ થયો હતો. રંભા નામની મહિલાએ સિઝેરિયન સર્જરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને બે નહીં ચાર પગ છે એટલું જ નહીં, પેનિસ પણ બે છે. કમરથી ઉપરનો ભાગ નોર્મલ છે, પરંતુ નીચેના ભાગમાં અવિકિસત ટ્વિન ભ્રૂણ બાળકના શરીરથી છૂટું પડયું નથી. જયારે એક જ અંડબીજ અને શુક્રાણુમાંથી બે ભ્રૂણ પેદા થાય ત્યારે શરીરથી જોડાયેલાં આવાં બાળકો જન્મે એવી સંભાવના વધી જાય છે. શરીરમાં એક કોષમાંથી બે ભ્રૂણ છૂટા પડવાની પ્રક્રિયા દરમ્યાન એક ભ્રૂણ બરાબર વિકસી રહ્યું હોય, પરંતુ બીજું ભ્રૂણ પૂરેપૂરૃં છૂટું ન પડે અને વિકસે પણ નહીં ત્યારે આવી પરિસ્થિતિ પેદા થાય. ચાર પગ અને બે પેનિસ સાથે જન્મેલા બાળકને લોકો મિરેકલ બેબી ગણીને જોવા આવે છે.

ગયા વર્ષે ભારતમાં આવું જ ચાર પગ અને બે પેનિસવાળું બાળક જન્મ્યું હતું. આ બાળકને તેના પરિવારજનોએ મરવા માટે છોડી દીધું હતું. પરંતુ દિલ્હીના ડોકટરોએ ફ્રીમાં સર્જરી કરીને વધારાના પગ અને અંગોને દૂર કરી આપતાં જીવ બચાવી લેવાયો હતો.

(4:14 pm IST)