Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જયાં જયાં ભાજપ સરકાર છે ત્યાં કૃષિ વિકાસ દર બે આંકડામાં : અમિતભાઇ તૂટી પડયા

કોંગી રાજયો ખૂબ પાછળઃ કોંગ્રેસને દેશની નહિં મત બેન્કની ચિંતા રાજસ્થાનમાં ચૂંટણી બ્યુગલ ફૂંકયું

નવી દિલ્હી તા. ૧૯ : રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ તૈયારીઓ કરવા માંડી છે. પક્ષના પ્રમુખ અમિત શાહએ નાગૌરમાં ખેડુત સંમેલનમાં ભાષણ દરમ્યાન વિરોધ પક્ષો પર નિશાન તાકતા કહ્યું કે એક સમય હતો કે ખેડુતોને યુરીયા ખાતર મેળવવા માટે લાકડીઓ ખાવી પડતી હતી, યુરીયાના કાળાબજાર થતા હતા પણ મોદી સરકારે યુરીયાનું નીમ કોટીંગ કરીને કાળાબજાર બંધ કરાવ્યા મોદી સરકારે ખેડુતોને યુરીયા અપાવવાનું કામ કર્યું છે.

અમિતભાઇના ભાષણના ૧૧ મુખ્ય અંશો

(૧) કિસાન સમૃધ્ધ તો દેશ સમૃદ્ધ.

(ર) વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્રભાઇએ દેશની જનતાને વચન આપ્યું હતું કે કેન્દ્રમાં બનનારી સરકાર ખેડુતો પ્રત્યે સમર્પિત હશે.

(૩) મોદી સરકારે કેન્દ્રીય બજેટમાં ખેતી માટેની રકમ બમણી કરી છે. રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઇએ કે તેમની યુપીએ સરકારે ખેડુતો માટે કેટલી રકમ ફાળવી હતી.

(૪) મધ્ય પ્રદેશ, ગુજરાત, છતીસગઢ કે રાજસ્થાન જયાં પણ ભાજપાની સરકાર છે. ત્યાં કૃષિ વિકાસદર બે આંકડામાં છે જયારે કોંગ્રેસી સરકાર હોય તેવા રાજયોમાં તે ઘણો ઓછો છે.

(પ) કેન્દ્રમાં યુપીએ શાસન દરમ્યાન કૃષિ વિકાસ દર નેગેટીવ હતો જયારે છેલ્લા ચાર વર્ષોમાં ૪% થી પણ વધારે છે.

(૬) આઝાદી પછીના ૭૦ વર્ષમાં જો કોંગ્રેસની સરકારોએ ખેડુતોના ભલા માટે કામ કર્યું હોત તો ભારતના ખેડુતો દુનિયામાં સૌથી વધારે સમૃદ્ધ ખેડુત હોત અમારા દિલમાં ખેડુતો માટે દર્દ છે અને તેમની ભલાઇ માટે કામ કરવાની તમન્ના છે.

(૭) વડાપ્રધાન મોદીજીએ ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને તે પ્રાપ્ત કરવા માટે મજબુત પગલાઓ લેતા પાકના લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણા કર્યા છે.

ભાજપાની વસુંધરા સરકાર રાજસ્થાનમાં ખેડુતોને ખેતી માટે વ્યાજ મુકત લોન આપી રહી છ, એટલું જ નહી, વસુંધરા સરકારે ખેડુતોની પ૦૦૦૦ રૂપિયા સુધીની લોન માફ કરી છ.ે જેના લીધે રાજયના ખેડુતોને ફાયદો થયો છે.ે

(૯) દરેક ખેતરને પાણી પહોંચાડવા માટે ૭૦૦૦૦ કરોડ રૂપિયાના બજેટની પ્રધાનમંત્રી સિંચાઇ યોજના ઉપરાંત વસુંધરા સરકારે અલગથી ૪૪૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાન નહેર પરિસિંચાઇ યોજના શરૂ કરી છે.ે

(૧૦) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપનાના નારા ચુંટણી નારા નથી હોતા, અમે તેને હકીકતમાં બદલવાનું જાણીએ છીએ અને અમે એવું કરી બતાવ્યું છે ભાજપના હંમેશા ખેડુતો સાથે ઉભી રહીને તેમના વિકાસ માટે કાર્ય કરે છ.ે

(૧૧) કોંગ્રેસને દેશની નહીં પણ પોતાની મતબેંકની ચિંતા છે. કોંગ્રેસ ન તો ખેડુતોનું ભલુ કરી શકે છે અને ન તો દેશની રક્ષા કરી શકે છે. તેણે ''જય જવાન જય કિશાન'' કયારેય અમલી નથી બનાવ્યો.

(1:44 pm IST)