Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ જનારા પ્રવાસીઓ તથા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ભારત મોખરે : 2017 ની સાલમાં અમેરિકા આવેલા 10 લાખ જેટલા ભારતીયો માંથી વિઝાની મુદત પુરી થયા પછી પણ 2 હજાર જેટલા રોકાઈ ગયા : યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો અહેવાલ

વોશિંગટન : વિદેશી પ્રવાસીઓ તથા ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા વિશ્વનો હોટ ફેવરિટ દેશ ગણાય છે.જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશીઓ આવે છે. પરંતુ તેમાંથી વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ જનારાઓની સંખ્યા ખાસ્સી એવી છે. જેમાં 2017 ની સાલમાં ગેરકાયદે રોકાઈ જનારા વિદેશીઓમાં ભારતીયો મોખરે હતા તેવો અહેવાલ તાજેતરમાં યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટીએ બહાર પડ્યો છે.જે મુજબ ગયા વર્ષે ભારતથી કુલ 10 લાખ 78 હજાર જેટલા લોકો અમેરિકા આવ્યા હતા.તેમાંથી વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ જનારાઓની સંખ્યા 1 હજાર 7 સો ઉપર હતી.અત્યાર સુધીમાં અમેરિકામાં ગેરકાયદે રોકાઈ ગયેલા ભારતીયોની સંખ્યા 5 લાખને આંબી ગઈ છે.જે મુજબ દર છઠ્ઠો ભારતીય નાગરિક ગેરકાયદે વિઝા ધારક છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:01 pm IST)
  • સુરેન્દ્રનગર નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડયું:લીંબડી તાલુકાના ભલગામડા અને મોટા ટીંબલા વચ્ચે નર્મદા પેટા કેનાલમાં ગાબડું:ગાબડું પડતાં ખેડૂતો માં રોષ access_time 10:43 pm IST

  • ધારાસભ્યો-પ્રધાનો-દંડક બધાના પગાર વધી ગયા :અત્યાર સુધી ૭૦,૭૨૭ મળતા હવે ૧,૧૬,૩૨૩ દર મહિને મળશે : ૨૨-૧૨-૧૭ની પાછલી અસરથી વધારો ચૂકવાશે : સરકારને ૧૦ કરોડનો નવો બોજો : ૬II કરોડનું એરિયર્સ : પ્રધાન - દંડને ૧.૩૨ લાખ મળશે : અગાઉ ૮૬,૮૦૪ મળતા'તા access_time 1:39 pm IST

  • બે નવા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા:રાજકોટની 38 વર્ષીય મહિલાનો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો:વેરાવલની 58 વર્ષીય મહિલાનો સ્વાઈન ફલૂ રિપોર્ટ પોઝિટિવ:બંને દર્દીઓ રાજકોટ ની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ... access_time 10:47 pm IST