Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

‘નમો એપ’ને મલ્ટી-પર્પઝ પ્લેટફોર્મમાં કરાશે રજૂ:વિવિધ વસ્તુનું થશે વેંચાણ

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનીનમો એપ'ને મલ્ટી-પર્પઝ પ્લેટફોર્મ રૂપે રજૂ કરવામાં આવી છે. એટલે કે હવે એપ પર ઈલેક્શન કેમ્પેઈન માટે વૉલન્ટીયરિંગ કરવાની સાથે થોડું દાન આપી શકાશે તેમજ અમુક વસ્તુઓ પણ ખરીદી શકશો. એપના વેચાણ સેક્શનમાં ટી-શર્ટ, કપ, નોટબુક, ટોપી વગેરે વસ્તુઓ ઉપલબ્ધ છે. વસ્તુઓના વેંચાણમાંથી મળેલી રકમ ક્લિન ગંગા ફંડમાં અપાશે.

(1:07 pm IST)