Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઇન્ડિયન અમેરિકન ઈમ્પૅક્ટ ફંડ : અમેરિકામાં ચૂંટણી લડતા ભારતીયો માટે ફંડ પૂરું પાડવા તથા મતો અપાવવા કાર્યરત ઓર્ગેનાઇઝશન : નવે.માસમાં યોજાનારી કોંગ્રેસની ચૂંટણીઓમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ વધારવાનો હેતુ

વોશિંગટન : અમેરિકામાં નવે.માસમાં કોંગ્રેસ તથા રાજ્ય સરકારોની યોજાનારી ચૂંટણીઓમાં ભારતીયોની સંખ્યા વધે તે માટે ઇન્ડિયન અમેરિકન ઈમ્પૅક્ટ ફંડ નામક સંગઠન જોર લગાવી રહ્યું હોવાનું જાણવા મળે છે.જે માટે રકમ ઉઘરાવવાનું ચાલુ થઇ ગયું છે.જે ભારતીયો તાજેતરમાં યોજાઈ ગયેલી પ્રાઈમરી ચૂંટણીઓમાં વિજેતા થયા છે તેઓ નવે.માસમાં જનરલ ચૂંટણીમાં પણ વિજયી બને તે માટે તેઓને મતો અપાવવા ઉપરાંત નાણાકીય સહાય પુરી પાડશે

ભારતીયોમાં ટેક્સાસના 22 માં ડિસ્ટ્રીક્ટમાંથી ડેમોક્રેટ ઉમેદવાર  શ્રી પ્રેસ્ટન કુલકર્ણી,ઓહિયો પ્રથમ ડિસ્ટ્રીક્ટમાંથી શ્રી આફતાબ પુરેવાલ,ઈલિનોઈસ આઠમા ડિસ્ટ્રીક્ટમાંથી શ્રી જીતેન્દ્ર દિગાંવક(રિપબ્લિક),એરીઝોનાના 6 ઠા ડિસ્ટ્રીક્ટમાંથી સુશ્રી અનિતા મલિક,તથા 8 માં ડિસ્ટ્રિક્ટમાં થી સુશ્રી હિરલ ટીપિનયની,સહિતનાઓનો  સમાવેશ થાય છે.

(10:56 am IST)