Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ટ્રમ્‍પે ચીન સામે છેડયો આર્થિક જંગ

૨૦૦ અરબ ડોલરના સામાન પર લગાવ્‍યો ૧૦ ટકા ટેરીફ

વોશિંગ્‍ટન તા. ૧૮ : અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્‍ડ ટ્રંપે ચીન વિરૂદ્ધ ચલાવેલા ટ્રેડવોરમાં સતત વૃદ્ધી કરી છે. ટ્રંપના પ્રશાસનમાં હવે ચીનને શબક શીખવવા માટે ૨૦૦ બીલીયન અમેરીકી ડોલરનો ટેરીફ વસ્‍તુઓ પર લાદવાની તૈયારી કરી લીધી છે. એક રિપોર્ટ અનુસાર ટેરીફ વિવાદને લઈને બંને દેશો વચ્‍ચે એક વાર ફરીથી નવી વાતચીત થઈ શકે તેમ છે.

થોડા સમય પહેલા અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્‍ડ ટ્રંપે કહ્યુ હતુ કે આ પગલાં ટુક સમયમાં લેવાશે. આ ટેરીફ ૧૦ ટકા હશે. જો કે આ વર્ષે શરૂઆતમાં ટેરીફ ૨૫ ટકા હશે તેવી માહિતી હતી. આર્થિક મામલાઓ પર નજર નાખનાર અને તમામ પ્રક્રિયાના જાણકારોનું કહેવુ છે કે ચીન અને અમેરીકાએ પહેલા જ ૫૦ બીલીયનનો ટેરીફ અકબીજાના ઉત્‍પાદનો પર લગાવી દીધો છે.

પેઈચીંગે ૬૦ બીલીયન અમેરિકી ડોલરનો ટેરીફ અન્‍ય અમેરીકી ઉત્‍પાદનો પર લગાવ્‍યો હતો, જેની નવી યાદી તૈયાર કરી છે. ટ્રંપ પ્રશાસને નવા ટેરીફ પ્‍લાનબાદ બને દેશોની વચ્‍ચે ટ્રેડ વોર આગળ ધપશે તેવી પુરી શક્‍યતા છે. વાઈટ હાઉસના પ્રવક્‍તા લીંડસે વોલટર્સે આગલા ટેરીફની ઘોષણાને લઈને કંઈ પણ કહેવાનો નનૈયો ભણ્‍યો છે.

વાઈટ હાઉસના પ્રવક્‍તાએ સ્‍પષ્ટ સંકેત આપતા જણાવ્‍યુ હતુ કે પ્રેસીડેન્‍ટ આ મામલે બીલ્‍કુલ સ્‍પષ્ટ છે. અમેરીકી પ્રશાસને ચીનના ખોટા વેપારની રીત રોકવા ચીનના ઉત્‍પાદનો પર આયાત શૂલ્‍ક લગાવવા વીચારી રહ્યા છે. અમે ચીનને વારંવાર કહીએ છીએ કે અમેરીકા સાથે લાંબા સમયથી ચાલતા આ મામલે સમાધાન કરો. ચીનના વિદેશ મંત્રાલયે પણ અમેરીકા સાથે આ મામલે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે.

(10:56 am IST)