Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

બુલેટ ટ્રેનનો વિરોધ સુપ્રીમ કોર્ટમાં પહોંચશે : જમીન સંપાદન મુદ્દે 1000 ખેડૂતો સુપ્રીમના દ્વાર ખટખટાવશે

 

ફોટો bulet

બુલેટ ટ્રેનના જમીન સંપાદન મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. 1000 ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં અરજદારે સોગંધનામું રજુ કર્યું હતુ અને ગુજરાત સરકાર પર સીધો આક્ષેપ કર્યો હતો. કે કેન્દ્ર સરકાર છેલ્લા 3 મહિનાથી કોઈ જવાબ આપી રહી નથી.

ગુજરાત સરકાર જમીન સંપાદન મામલે ખોટી વાતો ફેલાવી રહી છે. જો કે 1000 ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કે સરકાર પોતાની નીતિ સ્પષ્ટ કરતી નથી. ખેડૂતો દ્વારા જાપાન સરકારનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સંપર્કમાં ખેડૂતોએ ચોંકાવનાર ખુલાસો કર્યો છે. જાપાન સરકારનું કહેવું છે કે સરકાર ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખતા નથી. હવે 1000 ખેડૂત સુપ્રીમ કોર્ટના શરણે જશે.

 

(12:00 am IST)