Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રાહુલ ગાંધી આંધ્રપ્રદેશ પહોંચ્યા;મહિલા સુરક્ષા મુદ્દે સરકાર પર કર્યા પ્રહારો :કુરનૂલમાં બાળકોને મળ્યા

 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આંધ્રપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે અહીં તેમણે કુરનુલમાં બાળકોની સાથે મુલાકાત કરી અને પાર્ટી કાર્યકરોની સાથે વાતચીત કરી હતી  છેલ્લા કેટલાક દિવસોમાં દેશના અલગ અલગ ભાગોમાં બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઘટનાઓ પર રાહુલ ગાંધીએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

   રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની ચુપકિદી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. રાહુલે ટ્વિટ કરીને લખ્યું કે આવી સરકાર પર શરમ આવે છે જે દેશની મહિલાઓને અસુરક્ષિત અને ખૌફમાં જીવવા માટે રાખે છે. બીજી તરફ બળાત્કારીઓ સહેલાઇથી ઘૂમી રહ્યા છે. હરિયાણાના રેવાડીમાં વિદ્યાર્થિની સાથે બનેલી રેપની ઘટના બાદ કોંગ્રેસ સતત હરિયાણાની ભાજપ સરકારને નિશાને લઇ રહી છે.

(12:00 am IST)