Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજસ્થાનમાં તમામ સીટ પર EVMની સાથે ઉપયોગ થશે VVPAT: ચૂંટણી પંચનો નિર્ણય

ચૂંટણી પંચ ઇવીએમ પર થતી શંકા કુશંકાઓને જડમુળથી ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ધ

જયપુર:મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું કે, આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર તમામ 200 વિધાનસભા ચૂંટણી ક્ષેત્રોમાં વીવીપેટ અને ઇવીએમ 3 મશીનો દ્વારા મતદાન કરાવવામાં આવશે. રાજ્યનાં 51,796 મતદાન કેન્દ્રો પર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે

  અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં યુપી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો એકતરફી બાજપનાં પક્ષમાં ગયા બાદથી ઇવીએમની વિશ્વસનીયતા મુદ્દે વિપક્ષી દળ અવાજ ઉઠાવતા રહ્યા છે. એટલે સુધી કે તેઓ ચૂંટણી પંચને પણ અંગે ફરિયાદ કરી ચુક્યા છે.ત્યારે  ચૂંટણી પંચ ઇવીએમ પર થતી શંકા કુશંકાઓને જડમુળથી ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ધબન્યું હોવાનું મનાય છે 

(1:04 am IST)