Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

‘‘ટિન,મિસીસ, મિસ ઇન્‍ડિયા ન્‍યુજર્સી'': યુ.એસ.માં ૨૯ તથા ૩૦ સપ્‍ટેં.ના રોજ યોજાનારી સૌંર્ધ્‍ય સ્‍પર્ધા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં રોયલ આલ્‍બર્ટસ પેલેસ TV 9 ગુજરાતી, રોયલ ગ્રાન્‍ડ મેનોર તથા IFCના સંયુક્‍ત ઉપક્રમે ૨૯ તથા ૩૦  સપ્‍ટેં.૨૦૧૮ના રોજ ‘‘ટિન,મિસીસ, મિસ ઇન્‍ડિયા ન્‍યુજર્સી'' સૌંર્ધ્‍ય સ્‍પર્ધાનું આયોજન કરાયું છે.

રોયલ ગ્રાન્‍ડ મેનોર, ૨૮૬૩, વુડબ્રિજ એવન્‍યુ, એડિસન ન્‍યુજર્સી મુકામે યોજાનારી આ ૩૭મી સ્‍પર્ધાનો સમય સાંજે ૬ વાગ્‍યાનો રાખવામાં આવ્‍યો છે. તથા ૩૦ સપ્‍ટેં ૨૦૧૮ના રોજ રોયલ આલ્‍બર્ટસ ગ્રાન્‍ડ બોલરૂમ, ૧૦૫૦, કિંગ જયોર્જીસ પોસ્‍ટ રોડ, ફોર્ડસ, ન્‍યુજર્સી મુકામે પણ સમય સાંજના ૬ વાગ્‍યાનો રહેશે.

આ સ્‍પર્ધામાં મુખ્‍ય યજમાન તરીકે વિશ્વ વિખ્‍યાત મિસ ઇન્‍ડિયા મધુ વલી હાજર રહેશે. તથા જજ અને તાજ પહેરાવનાર તરીકે દિવ્‍યા મિરઝા હાજર રહેશે. ઉપરાંત જોધા અકબર ફેમ જાવેદ પઠાણ તથા ડીઝાઇનર દિપાલી શાહ હાજરી આપશે.

સ્‍પર્ધામાં સંચાલક તરીકે શ્રી આલ્‍બર્ટ જસાણી,(૭૩૨-૭૪૨-૩૩૩૬). ન્‍યુજર્સી ડીરેકટર તરીકે સુશ્રી શોભના પટેલ (૭૩૨-૭૪૨-૩૫૫૬) તથા ચેરપર્સન તરીકે શ્રી તરંગ સોની (૭૩૨-૩૦૬-૧૦૦૩) રહેશે.

વ્‍યક્‍તિદીઠ ૧૨૫ ડોલરની ટિકિટ માટે સુશ્રી વંદના એમ.પુરી (૩૪૭-૩૪૧-૯૪૯૪) સુશ્રી શ્વેતા ઠુકરાલ (૨૦૧-૭૩૬-૭૨૬૬) અથવા સુશ્રી સ્‍વીટી શાહ (૫૫૧-૯૯૮-૭૦૯૯)નો સંપર્ક સાધી શકાશે.

ડાયમન્‍ડ સ્‍પોન્‍સર તરીકે પદમશ્રી ડો.સુધીર પરીખ, પદમશ્રી શ્રી એચ.આર.શાહ, ડો.વી.ધડુક, ડો.દિનેશ પટેલ, તથા ડો.નિલેશ પટેલ છે.

વિશેષ જાણકારી WWW.WORLDWIDEPAGEANTS.COM દ્વારા મેળવી શકાશે. તેવું સુશ્રી શોભના પટેલની માહિતી દ્વારા જાણવા મળે છે.

 

(11:10 pm IST)