Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

દિલ્લીના ઈસ્કોન મંદીરમાં ભક્તો ઉમટયા:બેંગાલુરૂ અને ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

લડ્ડુ ગોપાલને સ્નાન કરાવીને પારણે ઝુલાવ્યા: .ભક્તોએ રાધે-કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી

શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવનપર્વે ભક્તો બન્યા કૃષ્ણમય..ગુજરાત સહિત અનેક રાજયોના કૃષ્ણમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું.ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ યુપીના મથુરામાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી.તો દિલ્લીના ઈસ્કોન મંદીરમાં પણ ભક્તો ઉમટયા હતા.દ્વારકા અને બેંગ્લોરમાં પણ જન્માષ્ટમીના પર્વમાં ભક્તો બન્યા શ્રીકૃષ્ણમય.બેંગાલુરૂ અને ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો...લડ્ડુ ગોપાલને સ્નાન કરાવીને પારણે ઝુલાવ્યા હતા.જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.ભક્તોએ રાધે-કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

(12:52 pm IST)