Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ભારતમાં મોટી વયના લોકોમાં ઉચ્ચા લોહીના દબાણનું પ્રમાણ વધુ : ગુજરાતમાં ૪૫.૮% લોકો જોખમી સપાટી પર

નાના આરોગ્ય કેન્દ્રોમાં હાઇપરટેન્શનના નિરાકરણની નકકર સુવિધા ઉભી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી દ્વારા આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને રજુઆત : આમ નાગરીકોએ પણ મીઠા (ગળ્યા), ખાંડ અને ચરબી યુકત ખોરાકથી સ્વાસ્થ્યને થતા નુકશાન બાબતે જાગૃત થવુ પડશે

રાજકોટ તા. ૧૯ : ભારતમાં હાઇપર ટેન્શન ચિંતાનો વિષય બનેલ છે. ૪૫ વર્ષથી વધુ વયના ૪૫% લોકો હાઇપરટેન્શનનો ભોગ બનેલા હોય છે. ૪૦% પ્રી- હાઇપર ટેન્શનથી પીડાતા હોય છે. તેમ ભારતના રેખાંશ વૃધત્વ અભ્યાસ (LASI) ના વિશ્લેષણમાં જોવા મળ્યુ હોવાનું રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન માવાણીની એક યાદીમાં જણાવાયુ છે.

માજી સાંસદ રમાબેન માવાણીએ આ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને રૂબરૂ મળી નાના પ્રાથમિક જાહેર આરોગ્ય કેન્દ્રો પર પણ હાઇપર ટેન્શનના નીરાકરણની નકકર વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરી છે.

આ સમસ્યા ઉકેલવા આમ નાગરીકોએ પણ મીઠા (ગળ્યા), ખાંડ અને ચરબી યુકત ખોરાકથી સ્વાથ્યને થતા નુકશાન બાબતે જાગૃત થવુ પડશે.

LASI ના અભ્યાસ પ્રમાણે આવનાર ૪૦% આંકડાઓ જે પ્રાથમિક ઉચ્ચ દબાણના દર્દીઓના છે. તે ભવિષ્યમાં હજી વધશે. જો તાત્કાલીક સચોટ પગલા નહીં લેવાય તો ગુજરાત રાજયના વધુને વધુ લોકો હાઇપર ટેન્શનનો ભોગ બની જશે. જેનું બ્લડ પ્રેશર લેવલ ઉંચુ ૧૨૦-૧૩૯ થવા નીચુ ૮૦-૮૯ હોય શકે છે.

આયુષ્યમાન ભારત અને સારવાર કેન્દ્રો દ્વારા આ રોગ સામે લડી શકાય જો. બધા કેન્દ્ર સુ સજજ ટેકનોલોજી અને દવાઓ સાથે તૈયાર હોય તો. આમા ટેલી મેડીશીનનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે ૧,૫૦,૦૦૦ આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું જાહેર કર્યુૈ છે. જયાં પ્રાથમિક સારવારથી લઇને મહીલાઓની સુવવાડ સુધીની સારવાર ઉપલબ્ધ થશે.

LASI ના વિશ્લેષણના આધારે શ્રીમતી રમાબેન માવાણીએ જણાવ્યુ છે કે હ્ય્દય રોગ અને બ્રેન સ્ટોક વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ આકડો પાંચમો ભાગ ભારતમાં થાય છે. કોવિડની મહામારી દરમિયાન પણ હાઇપર ટેન્શનનું જોખમ વધ્યુ છે.

પ્રો. બી. આર. મિતલ બીએચયુ ડાયરેકટરના જણાવ્યા અનુસાર ભારતમાં સરેરાશ આયુષ્ય વધ્યુ છે. તેમ છતાય હાઇપર ટેન્શન, હાર્ટ એટેક, બ્રેન સ્ટોક, કીડની રોગ સૌથી અગ્રણી જોખમી પરીબળો બનયા છે.

પ્રો. ચંદ્રશેખર કો-પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર LASI ના જણાવ્યા મુજબ ભારતમાં હાઇપર ટેન્શન પરીસ્થિતિનું વિશ્લેષણ જે LASI ના ડેટામાંથી જાળવા મળ્યુ છે. તેમાણી આપણે જાહેર આરોગ્યની ઘણી સમસ્યા દુર કરી શકાશે.

આ અભ્યાસનું તારણ જોતા ભારતના મોટી ઉમરના લોકોની આરોગ્ય સુખાકારી વધુ મજબુત બનાવવા સરકારી નીતિ ઘડવાની જરૂર હોવાનું અંતમાં શ્રીમતી રમાબેન માવાણીએ જણાવેલ છે.

(11:41 am IST)