Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

નેવી ઓફિસરની પત્નીને વિડિઓ કોલ કરીને કપડાં ઉતારી કરી અશ્લીલ હરકત ; આરોપી રવિકાંત તિવારીની ધરપકડ

આરોપી પાસેથી બે મોબાઈલ જપ્ત ; કેટલીક બીભત્સ ફિલ્મો મળી

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક નેવી ઑફિસરની પત્ની સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે.એક શખ્સે નેવી ઑપિસરની પત્ની સાથે વીડિયો કૉલ પર અશ્લીલ હરકત કરી હતી  વીડિયો કોલ પર તે સંપૂર્ણપણે ન્યૂડ થઈ ગયો. જોઈ મહિલા ડરી ગઈ અને તેણે પોલીસમાં મામલાની ફરિયાદ કરતા પોલીસે મામલો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

 આરોપીની ઓળખ રવિકાંત તિવારીના રૂપમાં થઈ છે. તેની પાસેથી બે મોબાઈલ જપ્ત થયા છે જેમાંથી કેટલીય અશ્લીલ ફિલ્મો મળી આવી. આરોપીએ કેટલી મહિલાઓ સાતે આવી હલકટ હરકત કરી છે તે જાણી શકાય તે માટે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

  પોલીસ પાસેથી મળેલ જાણકારી મુજબ મહિલાએ મામલાની ફરિયાદ સૌથી પહેલા તેના પતિને કરી. કફ પરેડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મહિલાની ગરિમાને ઠેંસ પહોંચાડવા અને વીડિયો કૉલ પર અશ્લીલ હરકત કરવાના આરોપમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
શરૂઆતી તપાસમાં પોલીસને માલુમ પડ્યું કે જે નંબર પરથી આરોપી મહિલાને ફોન કરી રહ્યો તો તે નંબર છવિ રાઠોડ નામની મહિલાના નામે રજિસ્ટર્ડ છે. આગળ તપાસ કરવા પર માલૂમ પડ્યું કે નંબર વિલે પાર્લમાં ઓમ લૉજિસ્ટિક્સ કંપનીના નામે રજિસ્ટર્ડ છે. પાસમાં માલૂમ પડ્યું કે આરોપી રવિકાંત કંપનીના નંબરનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસે કંપનીના વરિષ્ઠ અધિકારીઓને મામલાની જાણકારી આપી અને રવિકાંતની ધરપકડ કરી લીધી. હવે પોલીસ માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે કે તેને મહિલાનો નંબર ક્યાંથી મળ્યો અને એમ મહિલાને ફોન શા માટે કરી હતી
   આરોપી પાસેથી બે સેલફોન જપ્ત થયા, જેમાં વાંધાજનક વીડિયો છે. પોલીસે જણાવ્યું કે વીડિયોમાંથી આરોપીએ ખુદ કેટલા વીડિયો બનાવ્યા અને એકેય વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ તો નથી કરી દીધાને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તાની પણ તપાસ કરી રહી છે કે આરોપી મહિલાઓને બ્લેકમેલ તો નહોતો કરતો.

 

(11:05 pm IST)