Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

લખનૌની સરકારી સહાયતા પ્રાપ્ત વિદ્યાલયમાં ફુગાઇ ગયેલા લાડૂ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાઃ તપાસ માટે ટીમ બનાવાઇ

લખનૌની સરકારી સહાયતા પ્રાપ્ત શ્રી દિગમ્બર જૈન વિદ્યાલયમાં સોમવારે સવારના સ્વતંત્રતા દિવસ સમારોહના વધેલા ફુગાઇ ગયેલા લાડુ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા.

ત્યારપછી બાળકોની તબીયત બગડવાનો હવાલો આપી શિક્ષકોએ તેનો વિરોધ કર્યો જે પછી સ્કુલ પ્રશાસનએ તાત્કાલીક મીઠાઇ પરત લઇ લીધી હતી.

જીલ્લા વિદ્યાલય નિરીક્ષક મુકેશસિંહએ તપાસ માટે ટીમ બનાવી છે.  

(10:12 pm IST)