Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અફઘાનિસ્તાનના ઝલાલાબાદમાં બૉમ્બ બ્લાસ્ટ : 66 લોકોના મોત

સ્વતંત્રતા દિવસે નનગરહાર પ્રાંતના જલાલાબાદમાં સાર્વજનિક જગ્યાએ બૉમ્બ બ્લાસ્ટ

 

:નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના ઝલાલાબાદમાં સોમવારે બોમ્બ બ્લાસ્ટ થતા 66 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે  ધમાકામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. 19 ઓગસ્ટે અફઘાનિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસે નનગરહાર પ્રાંતના જલાલાબાદ શહેરમાં સાર્વજનિક જગ્યાએ એક બાદ એક કેટલાય બોમ્બ બ્લાસ્ટ થયા હતા  અત્યાર સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સંભાળી નથી.

  એક દિવસ પહેલા રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્નમાં થયેલ બ્લાસ્ટમાં 63 લોકોનાં મોત થયાં હતાં અને 180 લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લગ્ન સમારોહ પર હુમલાની જવાબદારી લીધી હતી.

   રવિવારે લગ્ન સમારોહમાં હુમલા બાદ અફઘાનિસ્તાન સરકારે દેશના 100મા સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્‍યમાં થનાર સમારોહને સ્થગિત કરી દીધો હતો, જે દર-ઉલ-અમન પેલેસમાં સોમવારે થવાનો નિર્ધારિત હતો. રાષ્ટ્રપતિ ઑફિસના પ્રવક્તા સેદિક સેદિક્કીએ કહ્યું કે લગ્ન સમારોહ પર કાયરાના હુમલા બાદ સચિવાલયે રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીના નિર્દેશ પર અફઘાનિસ્તાનના 100મા સ્વતંત્રતા સમારોહના આયોજનને ટાળી દીધું છે

(9:48 pm IST)