Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા નવા સાહસી નિર્ણયની ટૂંકમાં ઘોષણા

ટેક્સ સુધારાની સાથે ઉદ્યોગોને પણ અલગ પેકેજની તૈયારી : કર્મચારીની નોકરી બચાવવા સરકાર ઇન્ડસ્ટ્રીને હજુ સુધીનું સૌથી મોટું અને ખાસ પેકેજ આપશે : મંદીના વાદળોને દૂર કરવા માટે મોદી પોતે દખલ કરશે

નવી દિલ્હી,તા. ૧૯ : આર્થિક મંદીના દોરમાં અર્થતંત્રને પાટા પર લાવવા માટે ટુંક સમયમાં જ મોટા અને ચોંકાવનારા આર્થિક નિર્ણય કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા ટૂંક સમયમાં જ મોટા અને ચોંકાવનારા નિર્ણય જાહેર થઇ શકે છે. ખાસ કરીને ટેક્સમાં રાહત અને નોકરીને બચાવવાવાળા નિર્ણયોની શરૂઆત કોઇપણ સમયે થઇ શકે છે. એવા સંકેત મળી રહ્યા છે કે, ઇન્ડસ્ટ્રી પર છવાયેલા મંદીના વાદળોને દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દરમિયાનગીરી કરવાની યોજના ધરાવે છે.

       ઇન્ડસ્ટ્રી દ્વારા પેકેજની માંગણી કરવામાં આવી ચુકી છે પરંતુ આના કરતા પણ કેટલાક નવા પગલા લેવામાં આવી શકે છે. ટેક્સ સુધારાની દિશામાં મોટી પહેલ કરવામાં આવી શકે છે. અન્ય ઉપાયોમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારાઓ સાથે થઇ શકે છે. આ સુધારા ગેમચેન્જર તરીકે સાબિત થઇ શકે છે. લોકોની નોકરીને બચાવવા માટે સરકાર ઇન્ડસ્ટ્રીને હજુ સુધીના સૌથી ખાસ પેકેજની જાહેરાત કરી શકે છે. સામાન્ય લોકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને ટેક્સ રાહતો અપાશે. ઉદ્યોગોને પણ અલગ પેકેજ અપાશે. ખર્ચમાં જંગી કાપ મુકવામાં આવશે. ઇન્ડસ્ટ્રી જે બજેટ જોગવાઈને લઇને વાંધો છે તેને પણ દૂર કરવામાં આવી શકે છે. ટેક્સમાં રાહત આપવા માટે નોકરી બચાવવા માટેના નિર્ણયની શરૂઆત હવે ટુંક સમયમાં જ થનાર છે.

સરકાર સૌથી પહેલા તો મંત્રીઓ અને અધિકારીઓને આપવામાં આવતી બિનજરૂરી સુવિધામાં બ્રેક મુકનાર છે. તેમના ખર્ચ પર બ્રેક મુકવામાં આવનાર છે. કટોકટીનો સામનો કરી રહેલા ઉદ્યોગોને કેટલાક પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. સામાન્ય વ્યક્તિની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝને પણ રાહત આપવા પર વિચારણા ચાલી રહી છે. ઉદ્યોગોને અલગથી પેકેજ આપીને લોકોની રોજગારીને બચાવવા માટે પ્રયાસ કરાશે. દેશની સાથે સાથે વિદેશી રોકાણકારોની સાથે પણ વાતચીત કરવામાં આવી શકે છે. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને બનાવવા માટે પહેલ કરવામાં આવી રહી છે. સરકારી ખર્ચમાં કાપ મુકીને બે વર્ષમાં ૭૫૦૦૦ કરોડ રૂપિયા બચાવી લેવા માટેની તૈયારી છે. ઇન્ડસ્ટ્રીઝને જે બજેટ જોગવાઇને લઇને વાંધો છે તે જોગવાઇને દુર કરવામાં આવનાર છે. ઉદ્યોગજગતની સાથે સાથે અન્ય વિવિધ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. મોદી સરકાર હમેંશા પોતાના નિર્ણય મારફતે ચોંકાવતી રહી છે.

(7:55 pm IST)