Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

૨૩-૨૪ ના રોજ યુએઇની મુલાકાતે જઇ રહેલા નરેન્દ્રભાઈને યુનાઇટેડ આરબ અમીરાતનો સર્વોચ્ચ એવોર્ડ અપાશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ નો)સર્વોચ્ચ સિવિલિયન એવોર્ડ Order of Zayed ઓર્ડર ઓફ ઝાયેદ એનાયત કરવામાં આવશે.

   યુએઈ ના ફાઉન્ડર ફાધર ગણાતા શેખ ઝાયેદ Sheikh Zayed bin Sultan Al Nahyanની યાદમાં આ એવોર્ડ વિશ્વ વિભૂતિઓને એનાયત થાય છે. શેખ ઝાયેદની જન્મ શતાબ્દી વર્ષ  અત્યારે ચાલી રહ્યું છે ત્યારે આ એવોર્ડ અર્પણ થશે.

  નરેન્દ્રભાઈ અબધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે બંને દેશો ની અનેક બાબતોની ચર્ચા કરશે.

  અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈને રશિયા, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, પેલેસ્ટાઈન, અફઘાનિસ્તાન અને યુએઈ એ તેમના દેશના સર્વોચ્ચ સમ્માનથી નવાજ્યા છે.

  ભારત-યુએઈ વચ્ચેના સંબંધોને સર્વોચ્ચ શિખરે પહોંચાડવામાં તેમના નેતૃત્વનો સિંહ ફાળો રહ્યો છે, તે માટે આ સર્વોચ્ચ એવોર્ડ અર્પણ થશે

(7:36 pm IST)