Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જાકીર નાઇકના સમર્થકે વકીલને મારી નાખવાની ધમકી આપતા ગિરફતાર : ભાગેડુ જાકીર

મલેશિયન સરકાર દ્વારા તેને ત્યાંથી કાઢી મુકવા અંગે વિચારણા

મલેશિયા  : મલેશિયન પોલીસે વિવાદીત ધર્મગુરૂ જાકીર નાઇકના એક સમર્થકને ગિરફતાર કર્યો છે. સ્થાનિક મીડીયાનું માનીએ તો જાકીર નાઇકના આ સમર્થકે સાંસદ લિમકિટ સિયાંગના રાજકીય સચીવ અને વકીલ જોહાનનું સર કલમ કરવાની ધમકી આપી હતી. તેમણે જોહનને આ ધમકી એવા સમયે મળી છે જયારે હાલમાં મલેશિયન સરકારને જાકીર નાઇકનો પરમેનન્ટ રેસીડન્સનો દરજ્જો પાછો લેવાની સલાહ આપી હતી.

ભારતમાંથી ભાગીને મલેશિયામાં શરણ લેનાર જાકીર નાઇકના કારણે સ્થાનીક સરકાર દબાણમાં છે. હાલમાં જ મલેશિયાના પી.એમ. મહાવીર મોહમમ્દની અધ્યક્ષતાવાળી કેબીનેટમાં તેમનો પરમેનન્ટરેસીડન્સનો દરજ્જો પાછો લેવા અંગે વિચારણા થઇ હતી. જોકે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય નથી લેવાયો. જાકિર નાઇકે પોતાના એક ટીવી શોમાં લઘુમતિ હિંદુઓ અને ચીની નાગરીકો અંગે આપતીજનક બયાન કર્યુ હતું, ત્યારપછી પોલીસે તેની ૭ કલાક પુછપરછ પણ  કરી હતી. આ ઘટના પછી જાકીર નાઇકને દેશમાંથી બહાર કાઢવાની માંગણી તેજ થઇ ગઇ છે.

કેબીનેટ મીટીંગમાં મલેશિયાના માનવ સંસાધન પ્રધાન એમ. કુલાસેગરને જાકીર નાઇકને દેશમાંથી કાઢવાની માગણી કરી છે. પ્રધાને કહયું કે જાકીર નાઇક એક ભાગેડુ છે અને તેને મલેશિયન ઇતીહાસની બહુ ઓછી માહીતી છે એટલે તેને સ્થાનીક લોકોને નીચા દેખાડવાનો વિશેષાધીકાર ન આપી શકાય તેના પર પગલાઓ લેવાવા જોઇએ. જાકીર વિરૂધ્ધ ભારતમાં સાંપ્રદાયિક સોૈહાર્દને બગાડવા અને ગેરકાયદે ગતિવિધીઓ ચલાવવા બાબતે તપાસ ચાલી રહી છે.

(4:10 pm IST)