Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

નરેન્દ્રભાઇએ એક સાંસદના માથા પર હાથ ફેરવ્યોઃ ભૂતાનમાં લોકોએ પેટ ભરીને મોજ માણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનના પ્રવાસથી પરત ફર્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાને બંને દેશોની વચ્ચે સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરાયા. આ દરમિયાન પીએમ મોદીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ભૂતાનના સાંસદો સાથે હળવાશની પળ માણતા અને મજાક કરતાં દેખાયા હતા.

આ વીડિયો રોયલ ભૂતાન યુનિવર્સિટીનો છે. અહીં પીએમ મોદી રવિવારે સ્ટુડન્ટ્સને સંબોધિત કરવા પહોંચ્યા હતા. સ્ટેજ પર અનેક મહેમાન પહેલેથી જ ઉપસ્થિત હતા. જેમાં અનેક સાંસદ પણ ત્યાં હાજર હતા. થોડીવાર પછી ત્યાં પીએમ મોદીની એન્ટ્રી થાય છે.

 વીડિયોમાં પીએમ મોદી ત્યાં પહોંચતા જ હળવી પળો માણી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાંસદના માથે વાળ નથી. પીએમ મોદી તેમની પાસે પહોંચીને પાછળથી તેમના માથે હાથ ફેરવવા લાગે છે. સાંસદને એ વાતનો જરાય ખ્યાલ નહોતો. તેમને લાગે છે કે પીએમ મોદી નહીં પરંતુ બીજું કોઈ આવું કરી રહ્યું છે. બાદમાં જયારે તેમનું ધ્યાન મોદી તરફ જાય છે તો પીએમ મોદી સાંસદની પીઠ થપથપાવા લાગે છે. ત્યાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફરી વળે છે.

(4:09 pm IST)