Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ફાઇવ-જી નેટવર્ક માટે સ્વદેશી કંપનીઓને તૈયાર કરોઃ ચીની કંપનીઓને પ્રવેશ આપતા જ નહિ

આરએસએસ સાથે જોડાયેલ સ્વદેશી જાગરણ મંચની સ્પષ્ટ માંગણીઃ ભારતીય ટેલીકોમ કંપનીના એક મોટાભાગ ઉપર ચીની કંપનીઓનું નિયંત્રણઃ ચોંકાવનારો ઘડાકો

મુંબઇઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ સ્વદેશી જાગરણ મંચે સંદેશ-વ્યવહાર ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ અને ખાસ કરીને ચીની કંપનીઓના પ્રવેશનો વિરોધ કર્યો છે. મંચ કહે છે મોદી સરકારે સુરક્ષાની દ્રષ્ટિએ દેશના આધુનિક ફાઇવ-જી સહિતના ટેલીકોમ નેટવર્કના નિર્માણનું કામ ઘર આંગણાની કંપનીઓ માટે અનામત રાખવી જોઇએ અને તેમના પ્રવેશને મંજુરી આપવી જોઇએ નહિ.

મંચના  રાષ્ટ્રીય સહ સંયોજક શ્રી અશ્વિની મહાજને કહયું છે કે ''ફાઇવ જી'' નેટવર્ક માટે સંપૂર્ણ રીતે સ્વદેશી કંપનીઓના નેટવર્કને  તૈયાર કરવી જોઇએ. વૈશ્વિક સ્પર્ધાઓ માટે પોતાના જ બજારમાં હરીફાઇ માટે આપણી કંપનીઓને તક અપાતી નથી. 

તેમણે કહ્યું કે અત્યારે ભારતની ટેલીકોમ કંપનીઓના નેટવર્કના એક મોટા ભાગ ઉપર ચીની કંપનીઓનું નિયંત્રણ છે. મહાજને કહયું કે અમેરીકા- ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડની જેમ ભારતે પણ ભારતીય ચીજવસ્તુ ખરીદો કાનુન અને ટેલીકોમ સુરક્ષા કાનુન બનાવવા જોઇએ.

(4:01 pm IST)