Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

રાજ ઠાકરેને ઈડીની નોટીસઃ કોહીનુર બીલ્ડીંગ મામલે ૨૨મીએ હાજર થવા આદેશ

શિવસેના નેતા મનોહર જોષીના પુત્ર ઉન્મેષની પણ પુછપરછ કરાશે

મુંબઈઃ કોહીનુર ઈમારત મામલો વધુ એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે મનસેના સંસ્થાપક રાજ ઠાકરેની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. આ મામલે ઈડીએ ઠાકરેને નોટીસ જાહેર કરી ૨૨ ઓગસ્ટે હાજર રહેવા જણાવ્યું છે. સાથો સાથ શિવસેનાના નેતા મનોહર જોષીના પુત્ર ઉન્મેષ જોષીને પણ આજે પુછપરછ માટે હાજર થવા જણાવાયુ છે. આ મામલામાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ જણાવેલ કે આ કાર્યવાહી નિરાધાર છે અને ફકત દબાવ બનાવવા માટે જ આવુ કરાય રહ્યું છે. એમ તેના વિરોધમાં લડતા રહીશુ.

ઉન્મેષ જોષીની કંપની કોહીનુર સીટીએનએલ દ્વારા કોહીનુર મીલની જમીન ખરીદી કરાયેલ. ત્યારબાદ જમીન ઉપર કોહીનુર સ્કવાયર નામનું બિલ્ડીંગ બનાવાયેલ. સાથે તેમાં સરકારી ક્ષેત્રની કંપની ઈન્ફ્રાસ્ટ્રચર લીઝીંગ એન્ડ ફાઈનેશિયલ સર્વીસીઝના માધ્યમથી રોકાણ કરાવાયેલ.

આ મામલે રાજ ઠાકરે તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેની પાર્ટીના અમુક નેતાઓએ આ કાર્યવાહીને નિરાધાર ગણાવી છે.

(4:00 pm IST)