Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

એસબીઆઈએ દેશમાં શાખા સ્તરીય બેઠકનું આયોજન કર્યુ

તમામ ૫૨૪ રિજિયોનલ બિઝનેસ ઓફિસમાં બેઠક યોજાઈ હતી :બ્રાન્ચ મેનેજર્સ, રિજિયોનલ મેનેજર્સ અને બેંકના ટોચના અધિકારીઓ સાથે વિચારણા કરવા બેઠકોનું આયોજન થયું

રાજકોટ, તા. ૧૯ :. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ) એ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ વિચારો મેળવવા અને બેંકની કામગીરીની સમીક્ષા કરવા એની શાખાઓ સહિત તમામ ૫૨૪ રિજિયોનલ ઓફિસોમાં ચર્ચાસત્રનું આયોજન કર્યુ હતું. આ પ્રકારનું ચર્ચાસત્ર તા. ૧૭  અને ૧૮ ઓગષ્ટના રોજ યોજાયુ હતું. જેમાં બેન્કની પાયાથી લઈને ટોચના સ્તર સુધીની પ્રક્રિયાના પ્રથમ તબક્કાની ડિઝાઈન બનાવવા માટે ચર્ચા થઈ હતી.

એડમીન ઓફિસ, રાજકોટમાં યોજાયેલી આ ચર્ચામાં બેન્કની લીડરશીપ ટીમમાંથી એસબીઆઈના રાજકોટ મોડયુલના ડે. જનરલ મેનેજર  વિજય ગોયલ, આરબીઓ-૧, રાજકોટના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી.એચ. દુધાત, આરબીઓ-૨, મોરબીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રેમરાજ મીના તથા રાજકોટ અને મોરબી રિજિયન નિયંત્રણાધીન તમામ શાખાઓના મેનેજરો ચર્ચામાં સામેલ થયા હતા.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ વધારવા, ઈનોવેશન લાવવા માટે અને બિગ ડેટા એનાલિટીકસને સક્ષમ બનાવવા ટેકનોલોજીના ઉપયોગનો વધારે ઉપયોગ કરવો અને નાગરીક-કેન્દ્રીત બેંકીંગ સેવાઓ પ્રદાન કરવા તેમજ વરિષ્ઠ નાગરીકો, ખેડૂતો, લઘુ ઉદ્યોગો, ઉદ્યોગસાહસો, યુવાનો, વિદ્યાર્થીઓએ અને મહિલાઓની જરૂરીયાતો અને આકાંક્ષાઓ સંતોષવા માટેની રીતોને ઓળખવાનો અને એનો વ્યાવહારિક અમલ કરવાનો હતો.

એસબીઆઈને ઘણા અમલ કરી શકાય એવા સૂચનો મળ્યા હતા. જે બેન્કની કામગીરીમાં સુધારો કરવામાં અને ભવિષ્યની યોજના બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સૂચનોને સંકલિત કરીને એસએલબીસી / સ્ટેટ લેવલ પર વધુ વિચારણા માટે ઝોનલ લેવલ પર મોકલવામાં આવ્યા હતા. જેમાં રિજીયન અંતર્ગત શાખાઓની તુલનાત્મક કામગીરીનું મૂલ્યાંકન સામેલ હતું. ત્યાર બાદ બેન્કે ઈન્ટ્રા અને ઈન્ટર-બેન્ક પરફોર્મન્સની સરખામણી કરવા તથા તમામ પીએસબીમાં અમલીકરણ કરવા ભવિષ્યના માર્ગ સાથે સંબંધિત સૂચનોનો અંતિમ ઓપ આપવા ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ચર્ચા વિચારણાની પ્રક્રિયાને પરિણામે શાખા સ્તરે જોડાણ અને ઉદ્દેશની સમજણ નવેસરથી પ્રાપ્ત થઈ હતી તથા બેન્ક ભવિષ્ય માટે યોજનાનો અમલ કરવા, એની કામગીરી સુધારવા તથા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ કામગીરી કરવા સજ્જ થઈ છે. એનાથી ભારતીય વિકાસ ગાથા સાથે જોડાણ કરવાની એની કામગીરી પૂર્ણ થઈ શકે છે.

(3:49 pm IST)