Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

દિલ્હીમાં ભયાનક પુરનો ખતરો ;યમુના નદીમાં જળસ્તરનો 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો :કેજરીવાલે બોલાવી ઇમર્જન્સી મિટિંગ

સાત લાખથી વધુ ક્યુસેક પાણી છોડાયું : નદી કાંઠાના વિસ્તારમાં ૪૪ બોટ અને તરવૈયા તૈનાત

નવી દિલ્હી : દિલ્હીમાં ચાલીસ વરસ બાદ યમુનામાં સૌથી ખતરનાક પૂરનો ખતરો તોળાઇ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને કારણે યમુના નદીમાં 40 વર્ષ બાદ જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. ૧૯૭૮ બાદ યમુના નદીમાં સૌથી વધારે પાણી આવ્યુ છે. છેલ્લા કેટલાક કલાકોમાં સાત લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

આ ઉપરાંત નદી કિનારના વિસ્તારમાં ૪૪ બોટ અને ૨૭ તરવૈયાને તૈનાત કર્યા છે. જેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાકીદ બેઠક બોલાવી છે

  . ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં થયેલા અતિભારે વરસાદને કારણે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હાથનીકુંડ બેરેજમાંથી આછ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.જેથી દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીએ વહી રહી છે. જેને કારણે નદી કિનારના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. અને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

(12:44 pm IST)