Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઓટો સેક્ટરમાં ઘેરી મંદી :વેચાણ 19 વર્ષના તળિયે :મહિન્દ્રાએ ઉત્પાદનમાં અડધો અડધનો કાપ મુક્યો

મહિન્દ્રાએ 1500 કર્મીઓને છુટા કર્યા : ટોયોટો બાદ હ્યુન્ડાઈએ પણ ઉત્પાદનમાં બ્રેક લગાવી

નવી દિલ્હી : ઓટો સેક્ટરમાં ભયંકર મંદીના કારણે વાહનોનું ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે. ભારતની ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રાએ પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં ૧ હજાર ૫૦૦ હંગામી કર્મચારીઓને છુટા કર્યા છે મહિન્દ્રાએ પોતાના વાહનોનું ઉત્પાદન પણ ઘટાડ્યુ છે.

   મહિન્દ્રા બાદ ટોયોટોએ પણ પોતાના બેંગાલુરૂ પલાન્ટમાં ઈનોવા અને ફોર્ચ્યુનરના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ આ પ્લાન્ટ ક્ષમતા કરતા ૫૦થી ૫૫ ટકા સુધી ઉત્પાદન કરી રહ્યો છે. મંદીના કારણે પ્લાન્ટમાં ઓગસ્ટના વિકેન્ડ સહિત ચાર દિવસની રજા રાખવામાં આવી હતી

  . ટોયોટો બાદ હ્યુન્ડાઈએ પણ ચેન્નાઈમાં આવેલા પ્લાન્ટમાં વાહનોના ઉત્પાદન પર બ્રેક લગાવી છે. દેશમાં ૧૯ વર્ષના તળીયે ઓટો સેક્ટરનું વેંચાણ પહોંચ્યુ છે.

(12:35 pm IST)