Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સરકાર એનપીએના દોષનો ટોપલો કર્મચારીઓ પર ન ઢોળેઃ ડીફોલ્ટરોના નામો જાહેર કરવા જોઈએ

લખનઉ, તા. ૧૯ :. કેનેરા બેન્ક ઓફિસર્સ એસોસીએશનના મહામંત્રી મની મારને જણાવ્યુ છે કે સરકાર એનપીએનો દોષ અધિકારીઓ ઉપર ન નાખે જ્યારે બેન્ક ડીફોલ્ટરોના નામોનો ખુલાસો કરે. તેમણે કહ્યુ છે કે સરકારે કેટલાક ફેરફારોને બેન્કીંગ ક્ષેત્રમાં લાગુ કર્યા છે જેની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી છે.

તેમણે કહ્યુ હતુ કે બિમાર બેન્કોની સંખ્યા વધતી જાય છે. જેને કારણે રોજગારીના અવસરોમાં પણ ઘટાડો થયો છે.

બેન્ક હજારો કરોડોના એનપીએને માફ કરી રહી છે જે સીધી રીતે ડીફોલ્ટરોને ફાયદો પહોંચાડે છે પરંતુ સરકાર બેન્ક કર્મચારીઓના વેતન વધારાને મંજુરી આપતી નથી.

તેમણે કહ્યુ હતુ કે સરકારે ડીફોલ્ટરોના નામ તત્કાલ જાહેર કરવા જોઈએ અને તેઓની વિરૂદ્ધ કડક પગલા પણ લેવા જોઈએ.

(10:29 am IST)